ચંડીગઢ,તા.૧૭
પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં દોષી કરાર આપવામાં આવેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. રામ રહીમ સહિત અને ત્રણ દોષીતોને પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દોષિતોને વીડિયો કોન્ફરન્સથી સજા સંભળાવવામાં આવી હતી. સજા સંભળાવવાની શરૂઆત થઈ ત્યારે રામ રહીમ બે હાથ જાડીને ઉભો રહ્યો હતો. જજમેન્ટ સાંભળતા જ તેના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ હતી. જજની સામે રામ રહીમના વકીલે દયાની અપીલ કરી હતી.
આ પહેલા હરિયાણા સરકાર તરફથી ડિસ્ટ્રીક્ટ એટર્ની તરફથી વીડિયો કોન્ફરન્સથી સજાની સુનાવણી કરવાની અરજીને હરિયાણાની ખાસ સીબીઆઈ કોર્ટે મંજૂર રાખી હતી. જે બાદમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાના દોષી ગુરમીત રામ રહીમ, કૃષ્ણ લાલ, નિર્મલ સિંહ અને કુલદીપ સિંહને પંચકૂલાની ખાસ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ન હતા. તમામને વીડિયો કોન્ફરન્સિંગથી જ સજા સંભળાવવામાં આવી હતી.
બીજી તરફ પત્રકાર રામચંદ્ર છત્રપતિની પુત્રી શ્રેયસી પ્રથમ વખત મીડિયા સામે આવી હતી. શ્રેયસીએ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ માટે ફાંસીની સજાની માંગણી કરી હતી. શ્રેયસીએ કહ્યું હતું કે તેના પરિવારે લાંબી કાયદાકીય લડાઈ લડી છે. તેની માતાએ ઘણું બધુ સહન કર્યું છે. શ્રેયસીએ કહ્યું કે તે કોર્ટમાં હાજર રહીને જાવા માંગે છે કે જ્યારે સજા સંભળાવવામાં આવશે ત્યારે ગુરમિત રામ રહીમને કેવું લાગે છે. જાકે, કોર્ટે ફક્ત તેના ભાઈ અંશુલ છત્રપતિને જ કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




