વોડાફોન અને આઇડીઆ કંપની એક થતા કેટલાય શહેરોમાં ટાવરની કામગીરીના કારણે નેટવર્કની આવન જાવન ના કારણે ગ્રાહકો કંટાળ્યા
રાજપીપળા શહેરં છેલ્લા એક મહિના થી બંને કંપનીના નેટવર્ક માં વારંવાર તકલીફ થતા અગત્યના મેલ કે ફોન કોલ માં મુશ્કેલી
એક તરફ કંપનીઓ વેલિડીટી ના નામે દર મહિને રૂપિયા ખંખેરતી હોવા છતાં યોગ્ય સર્વિસ ન મળતા જાયે તો જાયે કહા જેવો ઘાટ
રાજપીપળા : રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વોડાફોન એન્ડ આઇડીઆ કંપનીના મોબાઈલ કાર્ડ વાપરતા ગ્રાહકોને નેટવર્ક ની તકલીફના કારણે ભારે મુશ્કેલી પડી રહી હોય કસ્ટમર કેર માં ફરિયાદ લખાવી પણ ગ્રાહકો કંટાળી ગયા છે માટે હાલ એક મહિનાથી ગ્રાહકો ના અગત્યના મેલ કે ફોન માં પણ મુશ્કેલી પડી રહી છે .અગાઉ સમગ્ર નર્મદા જિલ્લામાં બીએસએનએલ ના લાંબા સમય સુધી ધાંધિયા ચાલુ રહેતા બીએસએનએલ ના ગ્રાહકો એ અન્ય કંપની ના કાર્ડ લઈ સારું નેટવર્ક મળે એવી આશા રાખી હતી પરંતુ હાલ તેમાં પણ તકલીફ આવતા જાયે તો જાયે કહા જેવો ગ્રાહકોનો ઘાટ થયો છે.એક તરફ દર મહિને માસિક વેલિડિટીનો ચાર્જ નો ટોપલો ગ્રાહકોના માથે નાખી પૈસા રીતસર ની લૂંટ ચાલવી છે જેનો વિરોધ પણ થઈ રહ્યો છે પરંતુ વધુ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ગ્રાહકોને નેટવર્ક ની રોજની રામાયણ હોય કંપનીઓ ક્યારે યોગ્ય સર્વિસ નિયમિત પુરી પડશે એ સમજાતું નથી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




