બોટાદ 181ની સરાહનીય કામગીરી, આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી

0
16

રાણપુર તાલુકાની મહિલા સાસુના ત્રાસના કારણે આત્મહત્યા કરવા જતા બચાવી લેવાઈ

રાણપુર પોલીસ પણ પીડીતાની વ્હારે આવી-મહિલાને સખીવન સેન્ટરમાં રખાઇ

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગામની મહિલા તેના સાસુના માનસિક ત્રાસને કારણે આત્મહત્યા કરવા જતા બોટાદની 181 અભયમ મહિલા હેલ્પલાઈન કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ અને રાણપુર પોલીસે પીડીત મહિલાની વહારે પહોચી જઈ બચાવી લીધી હતી.
આ બનાવ અંગેની વિગત પ્રમાણે ગત તારીખ-4 મેના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન આવ્યો હતો કે રાણપુર તાલુકાના એક ગામની મહિલા રેલ્વે સ્ટેશનના ફાટક પાસે આત્મહત્યા કરવા માટે ગઈ છે અને મરવાનો પ્રયાસ કરી રહી છે.જેથી બોટાદ 181અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર ખુશ્બુબેન પટેલ તથા પાયલોટ વિક્રમભાઈ તેમજ રાણપુર પોલીસ સ્ટાફ આ પીડીત મહિલાની વહારે પહોંચી જઈ ખુશ્બુબેન પટેલે આ મહિલાનું કાઉન્સેલિંગ કરતા આ મહિલા દ્વારા મારે મરી જવુ છે એવુ રટણ કરતા હતા.વધુ પુછપરછ કરી સાંત્વના આપતા જણાવ્યુ હતું કે મારા લગ્ન થયાને ત્રણ વર્ષ જેવો સમય થયો છે.મારે સંતાનમાં 11 માસનો બાબો છે.મારા સાસુ ઘરકામ બાબતે મેણા ટોણા મારે છે અને મારા બાળકને તેમની પાસે જ રાખે છે.મારા બાળકને મારી પાસે રહેવા દેતા નથી આમ વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.જેથી 181ની ટીમે તેના સાસરી પક્ષના સભ્યોને પણ સમજાવી અને સાસુ સાથેના ઝઘડાનું નિરાકરણ કરી પીડીત મહિલાને સાંત્વના આશ્વાસન આપી આત્મહત્યા કરતા બચાવી લીધી હતી.તેમજ આ મહિલા અન્ય કોઈ પગલુ ન ભરે તે માટે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે બરવાળા સખી વન સ્ટોપ સેન્ટરમાં ખસેડાઈ છે..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY