રાજપીપળા : નર્મદા ડેમની સપાટી ઉનાળામાં ઐતિહાસિક સપાટીએ પહોંચી છે, ડેમમાં હાલ 119.54 મીટર પાણીની સપાટી છે,કે જે સ્પીલ વે થી માત્ર 2.39 મીટર દૂર છે. હાલની સપાટી જોતા ચોમાસાની શરૂઆત માં દરવાજા સુધી પાણી પહોંચવાની ધારણા છે. જેથી હાલ ડેમનાં દરવાજાની મેઇન્ટેનન્સ ચાલી રહ્યું છે. જેથી આવતા મહિને ગેટ સુધી પાણી પહોંચે જો પાણીનો આવરો જો વધુ રહે અને રુલ લેવલ પાર કરે તો ગેટ ખોલવામાં કોઈ તકલીફ ન પડે તે માટે હાલ મેઇન્ટેનન્સ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે,આ ગેટ વર્ષ 1995 થી તૈયાર હતા. પણ ઊંચાઈને લઈને વિલંબ થતા કારણે 22 વર્ષ આ ગેટ બેસડાયા હતા. આજે એક ખાનગી કંપનીને આ સર્વિસિંગ નો કોન્ટ્રાક આપવામાં આવ્યો છે. એમ કહી શકાય કે આજે ભરઉનાળામાં ડેમમાં 1100 મિલ્યન ક્યુબિક મીટર પાણી હોવાથી ગુજરાતની જીવાદોરી ખરેખર જીવાદોરી ચાલુ વર્ષે સાબિત થશે. અને આગામી વર્ષે સારું ચોમાસુ થશે તો 135 મીટર થી વધુ સપાટી વધવાની શક્યતાઓ હાલ જણાઈ રહી છે અને જેને લઈને પાણીની આવક અચાનક વધતા નર્મદા ડેમ પોતાના રુલ લેવાને પાર કરી દે તો તાત્કાલિક નર્મદા ડેમ ના દરવાજા ખોલવા પડે જેથી દરવાજા સરળતાથી ખુલ્લા થઇ જાય અને ઝડપ થી ખુલે જામ થાય નહિ એ માટે હાલ ગ્રીસ અને ઓઇલ વડે તમામ વિભાગ સર્વિસિંગ કરવામાં આવી રહ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






