ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં તથા બહારના જીલ્લાઓમાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પોસઇ કૃણાલ પટેલની સુચના થી પેરોલ સ્કોડના પો.માણસો આવા ગુનેગારો શોધી કાઢવા અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુરનં. ॥ ૬૪૬/૧૮ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી પ્રકાશભાઇ ઉર્ફે પકો મગનભાઇ વસાવા ઉ.વ. ૨૭, રહે. રોડ ફળીયુ, માંડવા,તા.અંકલેશ્વર જી.ભરૂચનાને માંડવા ખાતેથી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને ભરૂચ શહેર ‘બી’ ડીવી. પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






