અંક્લેશ્વર વાલીયા રોડ ઉપરથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
14

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લા મા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ અસરકારક પગલા લેવા સુચના મળેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ પો.સ.ઇ પી.એસ.બરંડા ના ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર વાલીયા રોડ ઉપરથી એક ટેમ્પો નંબર- જીજે-5-એવી-9029 મા ભરેલ કુલ ૨૦૦ બોરી ઘઉં ના જથ્થા સાથે ટેમ્પો ડ્રાઇવર અશોકભાઇ હીરાભાઇ વસાવા રહે- દુમાલા માલપોર તા-ઝઘડીયા જી-ભરૂચ નાઓને રોકી લઇ ટેમ્પા મા ભરેલ ઘઉંના જથ્થાના બિલ તથા આધાર પુરાવાની માંગણી કરતા રજુ કરેલ નહી જેથી મળી આવેલ ઘઉં નો જથ્થો શંકાસ્પદ જણાતા મળી આવેલ ૨૦૦ બોરી ઘઉં ની કુલ કી.રૂ.૦૨,૦૦,૦૦૦/- તથા ટેમ્પો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ. ૦૫,૦૦,૫૦૦/- નો મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે અને વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY