સુરત, તા.૭
લીંબાયત-ગોડાદરા ખાતે કેટરીંગનું કામ કરતા એક ઈસમ પર જૂની અદાવત રાખી ચપ્પુ વડે હુમલો કરી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ લીંબાયત પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીંબાયત-ગોડાદરા સ્વામી નારાયણ સોસાયટી પ્લોટ નં. ૦૫ ખાતે શૈલેષભાઈ ભાવસાર રહે છે. ગત તા. ૫મી મેના રોજ રાત્રિના સુમારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીજાન, ગોલુ અને ગોપી નામના ત્રણ આરોપીઓએ ચપ્પુ વડે કેટરીંગનું કામ કરતા શૈલેષ ભાવસાર પર હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શૈલેષ ભાવસારને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



