રાજપીપળા : ૮ મી મે એ સમ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે રેડકોસના સંસ્થાપક જિન હેનરી ડયૂઆંટ નો જન્મદિવસ આજે છે અને તેમની યાદમાં સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ દિવસની ઉજવણી કરી રહ્યું છે નર્મદા જિલ્લામાં આવેલા એક માત્ર બ્લડ બેન્ક ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રાજપીપળા દ્વારા આજે ખાસ જિલ્લા રોજગાર કચેરી નર્મદા અને રેડક્રોસ નર્મદાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં બે પ્રથમ ડોનરોમા વસાવા નયનભાઈ ભરતભાઈ અને ગુંજન બી.સોની આજના પ્રથમ રક્તદાતા તરીકે રેડ ક્રોસ બ્લડ બેન્ક રાજપીપળા ખાતે આવી રક્તદાન કરી એક અનોખો સંકલ્પ લીધો હતો કે તેઓ નિયમિત રક્તદાન કરશે ત્યારે આ દિવસે રેડ ક્રોસ નર્મદાના વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખ તથા બેંકના BTO ડો. જે.એમ .જાદવે આ બંને રક્તદાતાઓનું પુષ્પગુચ્છ થી સન્માન કર્યું હતું જિલ્લા રોજગાર વિનિમય કચેરી નર્મદાના રોજગાર અધિકારી જી.આર.બારીયાના વડપણ હેઠળ આજે ખાસ રક્તદાન શિબિર રાખવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લઈ નર્મદા જિલ્લામાં જે રક્તની જરૂર પડે છે તે મહદંશે પરિપૂર્ણ થાય તે હેતુથી આજે રક્તદાન શિબિર રાખવામાં આવી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





