નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીનું ઉભુ થયેલું જળ સંકટ નિવારવા કલેક્ટરને આવેદન

0
60

13 મી મેં સુધી સમગ્ર નર્મદામાં પાણીની વ્યવસ્થા કે ટેન્કરથી વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો અમે મુખ્ય કેનાલના ગેટ બંધ કરી બહાર જતા પાણીને અટકાવીશું: મહેશ  વસાવા 

રાજપીપળા : આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમ જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લો નર્મદામાં હવે પાણી પ્રશ્ને આંદોલનનાં ભણકારા વાગી રહ્યા છે. ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવા એ રાષ્ટ્રીય જળનીતિ 2002 નો અમલ કરી ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીનું ઉભુ થયેલું જળ સંકટ નિવારવા રાજ્યપાલને સંબોધતું આવેદન નિવાસી અધિક કલેકટરને આપીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેમની સાથે કારોબારી ચેરમેન નર્મદા બહાદુર વસાવા, બીટીપી જિલ્લા પ્રમુખ ચૈતર વસાવા, સહકાર સિંચાઈ અધ્યક્ષ શકુંતલા વસાવા સહીત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.

ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પાણીનું સંકટ છે. ગામડાઓમાં આજે પણ મહિલાઓં 2 – 3 કિલોમીટર સુધી માથે બેડા મૂકીને પાણી ભરવા જાય છે. નર્મદા જિલ્લામાં આટલો મોટો નર્મદા ડેમ આવેલો છે, ત્યારે એ પાણી સૌરાષ્ટ્રમાં આપવામા આવે છે, અને ગુજરાતના ઉદ્યોગોને આપાય છે. સાગબારાની કરજણની અને હાંફેશ્વરની પાણી યોજના ફેઈલ થઈ છે. લોકોને પાણી મળતું નથી. ડુંગરાળ વિસ્તારમાં પાણી મળતું નથી માટે જો 13 તારીખ સુધી ટેન્કર થી પણ પાણી આપવાની વ્યવસ્થા નહિ થાય તો અમે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીને સૌરાષ્ટ્ર જતું પાણી અટકાવીશું ની ચીમકી આપી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY