એક હજાર રૂપિયાની જગ્યાએ પીડીએફ ફાઈલમાં ગોટાળો કરી 1500 રૂપિયા કરી 500 લેખે બે ટિકિટમાં એક હજાર રૂપિયાનો વધારો કર્યો હોવાની સ્ટેચ્યુના મામલતદારે આપી ફરિયાદ
રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા સ્તિથ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓ માટે ભારે આકર્ષણ નું કેન્દ્ર બની હોય રોજના હજારો પ્રવસીઓ અહીં આવે છે ત્યારે એક ટ્રાવેલ્સ કંપની દ્વારા બે ગ્રાહકો સાથે ટિકિટમાં છેતરપિંડી થઈ હોવા બાબતે ફરિયાદ થઈ છે .
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મામલતદાર તરીકે ફરજ બજાવતા નિકુંજ ગજ્જરે કેવડિયા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન એક્સપ્રેસ ટીકીટની કિમત રૂ ૧૦૦૦/- ની જગ્યાએ પી.ડી.એફ ને એડીટ કરી રૂપિયા ૧૫૦૦/- ની ટીકીટ બનાવી ૫૦૦/- લેખે ૨ ટીકીટના રૂપિયા ૧૦૦૦/- ની પ્રવાસીઓ સાથે દિપક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એ વિશ્વાસ ઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હોય કેવડિયા પોલીસે સ્ટેચ્યુના મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




