નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડતા સીસોદરાના લોકોનું સ્થળાંતર કરતી યાંત્રિક બોટ પાણીમાં ડુબી ગઈ

0
43

આ સર્જાયેલી દુર્ઘટના-રાહત બચાવ કામગીરીનું સફળ મોકડ્રીલ યોજાયું

ગણત્રીના સમયમાં રાહત-બચાવની હાથ ધરાયેલી કામગીરીથી તમામ યાત્રિકોનો આબાદ બચાવ: ગ્રામજનોને સાવચેતીનાં પગલા સહિત પ્રાથમિક સારવાર અંગે અપાઇ જરૂરી સમજ 

રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા આજે સવારે જિલ્લાના નાંદોદ તાલુકાના સીસોદરા ગામે નર્મદા નદીમાં સીસોદરા અને શિનોર ગામનાં લોકોની બોટમાં થઇ રહેલી અવર-જવર દરમિયાન સવારે સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં એકાએક નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાને લીધે ૮ થી ૧૦ વ્યક્તિઓને લઇને જતી આ બોટ પાણીના ઝડપી પ્રવાહમાં વહેવા લાગી હતી અને બોટે તેનું સંતુલન ગુમાવતાં બોટ ડુબી જવાની સર્જાયેલી દુર્ઘટનાં અને ત્યારબાદ રાહત બચાવની કામગીરી અંગેનું સફળ મોકડ્રીલ સિવીલ ડિફેન્સ, ફાયરબ્રિગેડ,તરવૈયાઓની ટૂકડી, હોમગાર્ડઝનાં જવાનો, આપદા મિત્રો,૧૦૮-એમ્બ્યુલન્સ સેવા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયું હતું

ગુરુવારે સવારે આશરે ૮=૩૦ કલાકના સુમારે સીસોદરા ગામે નર્મદા નદીના કાંઠેથી સીસોદરાના ગ્રામજનોને શિનોર ગામે લઇ જતી બોટની આ દુર્ઘટનાં સર્જાયા બાદ તેની જાણ મોબાઇલ ફોન દ્વારા ગ્રામજનો તરફથી રાજપીપળા મુખ્ય મથકે કાર્યરત જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને કરાઇ હતી.જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને આ દુર્ઘટનાની જાણકારી મળતાંની સાથે જ વડોદરાની એન. ડી. આર. એફ તેમજ રાજપીપળા નગરપાલિકાની ફાયરબ્રિગેડ અને આપદામિત્રની ટીમની રાહત બચાવ માટે મદદ માંગવામાં આવતાં એન.ડી.આર.એફ નાં કમાન્ડન્ટ આર.એસ.જૂનની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ડેપ્યુટી કમાન્ડન્ટ એ.કે. ચૌબેના નેતૃત્વ હેઠળ રાહત બચાવ હેઠળના તમામ જરૂરી સાઘનો સાથેની ફલ્ડ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સુરક્ષાના તમામ ઉપાયો સાથે આ દુર્ઘટનામાં ડૂબી ગયેલી વ્યકિતઓની તુરંત શોધખોળ અને રાહત કાર્ય હાથ ધરાયું હતું, જેમાં પાંચ વ્યક્તિઓને કુશળતાથી નદીમાંથી બહાર કઢાયાં હતાં જેમાં ગંભીર પણે અસરગ્રસ્ત બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

આ મોકડ્રીલમાં એન.ડી.આર.એફ ટીમ દ્વારા સેટેલાઇટ આધારીત સંચાર ઉપકરણો, અંડર વોટર સર્ચ કેમેરા, સોનાર સિસ્ટમ, સ્કુબા સેટ, મોટર સંચાલિત બોટ વગેરે સાધનો ઉપયોગમાં લેવાયાં હતાં.

ડેપ્યુટી કમાન્ડન્ટ એ.કે.ચૌબે એ આ મોકડ્રીલ સંદર્ભે જણાવ્યું હતું કે આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોમાં પૂરથી બચવા માટેનાં વિવિધ પ્રકારની જાણકારી પૂરી પાડવા ઉપરાંત આ પ્રકારની આપત્તિ અને દુર્ઘટનાંને પહોંચી વળવાં માટેનાં સંચાધનોની સક્ષમતાં અને તે અંગેની તકનીકી બાબતોની ચકાચણીની સાથોસાથ આ બાબતોને સ્મુતિપટ પર રાખવાનો રહેલો છે.

આ સફળ મોકડ્રીલના અંતે યોજાયેલી બ્રિફીંગ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર એમ.એચ.સોંલકી, ડી.પી.ઓ બંટીશ પરમાર, એન.ડી.આર.એફ.નાં ડેપ્યુટી કમાન્ડન્ટ એ.કે.ચૈાબે, ગામનાં સરપંચ, તલાટી, ગ્રામજનો સાથે આવી દુર્ઘટનાં ન સર્જાય તે માટે લેવાતાં સાવચેતીના તમામ પગલાંઓ તેમજ દુર્ઘટનાં બાદ હાથ ધરાતી રાહત-બચાવ કામગીરીમાં આવરી લેવાતી બાબતો અંગે પણ વિસ્તૃત સમજ અપાઇ હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY