રાજપીપળા શહેરમાં માત્ર એકજ જગ્યા પર આધાર કાર્ડની કામગીરી ચાલતા લાંબી કતાર 

0
220

ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકો કલાકો લાઈનમાં ઉભા રહેતા આર્થિક તકલીફમાં મુકાય છે 

અગાઉ નગરપાલિકા અને મામલતદારમાં ચાલતી કામગીરી હાલ પાલિકા કચેરીમાં બંધ થતા તકલીફ 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આધાર ાર્ડની ામગીરી હાલ માત્ર એકજ જગ્યાએ ચાલતી હોય ત્યાં પડતી લાંબી લાઈનોમાં કલાકો ઉભા રહેતા લોકો આકરી ગરમીમાં હેરાન થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને ખેત મજૂરી કે અન્ય છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા જિલ્લાના ગરીબ વ્યક્તિઓ આખો દિવસ લાઈનોમાં ઉભા રહેતા ભૂખે મરવાની નોબત આવે છે ત્યારે અગાઉ રાજપીપળા નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં ચાલતી આધાર ની કામગીરી થી કંઈક રાહત હતી પરંતુ પાલિકા પરની કામગીરી ઘણા સમયથી બંધ કરી દેતા હાલ એક માત્ર મામલતદાર કચેરી ખાતે આ કામગીરી ચાલતા મોટી કતારો માં લોકો ઉભા રહે છે ત્યારે તેમાં ગરીબ વ્યક્તિઓ ની હાલત બગડી રહી હોય તંત્ર દ્વારા રાજપીપળા શહેરમાં બે ત્રણ જગ્યા પર આધાર ની કામગીરી શરુ કરાય તેવી લોક માંગ છે .

છેલ્લા ત્રણેક મહિનાથી એકજ વાત કરતા સુપરવાઈઝર આ

આધાર કાર્ડની કામગીરી સંભાળતા સુપરવાઈઝર મુકેશભાઈ છેલ્લા ત્રણ મહિનાથી રાજપીપળા ખાતે બીજી કીટ ચાલુ થઈ તેવી વાત જણાવે છે પરંતુ હજુ મલતદાર કચેરી સિવાય અન્ય ક્યાંયે આધાર કામગીરી શરુ થઈ નથી ત્યારે નર્મદા જિલ્લાના પાંચ તાલુકા માં દરેક તાલુકા દીઠ એકજ જગ્યા પર આધાર ની કામગીરી થતી હોવાથી લાંબી કતારો પડતા લોકો ધક્કે ચઢે છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY