નર્મદા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ સુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગત રસ લઈ ડેમ વિ્તારનો સર્વે કરી 44 પોઇન્ટ પર 97 જગ્યા એ કેમેરા લગાવવા સરદાર સરોવર નર્મદા નિગમને 20 કરોડ ફાળવવા દરખાસ્ત કરી હતી
રાજપીપલા: નર્મદા ડેમને પોલીસ,એસ.આર.પી.બાદ હવે ત્રીજી આંખ સ્વરૂપે સી.સી.ટી.વી.કેમેરા થી સજ્જ કરવામાં આવશે
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ નર્મદા ડેમ ની સુરક્ષા ને ધ્યાને લઈ અંગત રસ લઈ એક સર્વે કરી નર્મદા ડેમ વિસ્તારમાં કુલ 44 જગ્યાઓ નક્કી કરી ત્યાં 97 સી.સી.ટી.વી.કેમેરા લગાવવા બાબતે સરદાર સરોવર નર્મદા નિગમને એક દરખાસ્ત કરી નર્મદા ડેમ ની સુરક્ષા વધારવા 20 કરોડ ફાળવવા જાણ કરતા નિગમ દ્વારા આ માટે 20 કરોડ ફળવાયા જેથી હવે નર્મદા ડેમ વિસ્તાર માં પોલીસ ,એસ.આર.પી.સાથે ત્રીજી આંખ રૂપે કેમેરા પણ કામ કરતા થઈ જશે અને એના કારણે નર્મદા ડેમ ની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા જિલ્લા પોલીસ વડા એ વ્યક્ત કરી હતી
ત્યારે બીજી બાજુ સંપૂર્ણ તિલકવાડા ગામને પણ સી.સી.ટી.વી.નું સુરક્ષા કવચ અપાશે જેમાં સાંસદ રામસિંહ રાઠવા ની ગ્રાન્ટ માંથી સાત લાખ ના ખર્ચે સી.સી.ટી.વી.કેમેરા સિસ્ટમ ફિટ કરાશે ત્યારે આગામી સમયમાં બોર્ડર વિસ્તારને સિક્યોર કરવા સાગબારા પોલીસ સ્ટેશન ની ધનસેરા ચેક પોસ્ટ ઉપર પણ સી.સી.ટી.વી. કેમેરા મુકવામાં આવશે તેમ જાણવા મળ્યું છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





