તિરુવનંતપુરમ્,તા.૨
શ્રીલંકામાં ઇસ્ટર પર થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ બાદ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે બાદમાં ભારતમાં પણ બુરખો પહેરવાને લઈને રાજકારણ ગરમાયું છે. બુધવારે આ મામલે શરૂ થયેલા રાજકારણ બાદ ગુરુવારે કેરળની એક કોલેજે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
કેરળના મલ્લાપુરમ્ સ્થિત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીએ કોલેજ પરિસરમાં બુરખો પહેરવા કે પછી મોઢું ઢાકવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ છોકરીઓને બુરખો પહેરીને કોલેજ આવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
આ પહેલા શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામાન’ના એક લેખમાં કહ્યું હતું કે ચહેરો ઢાકવો અથવા બુરખો પહેરવો રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો બની શકે છે. બુરખો પહેરવાને કારણે સુરક્ષા કર્મીઓ લોકોની ઓળખ નથી કરી શકતા, આ વાતનો આતંકીઓ ફાયદો ઉઠાવી શકે છે.
શિવસેનાએ સામનામાં લખ્યું, ‘આ રાવણની લંકામાં થયું છે. રામની અયોધ્યામાં આ કિયારે થશે? અમે આ સવાલ પીએમને પૂછવા માંગીએ છીએ જેઓ બુધવારે અયોધ્યા જવાના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



