અમદાવાદની એજન્સી દ્વારા ઢીલી કામગીરી થતા 50 થી વધુ લાભાર્થીઓના અઢી મહિના થવા છતાં હપ્તા જમા થયા નથી
સરકારી મીટીંગોમાં પોતાની કામગીરી સારી બતાવતી એજન્સીને લાભાર્થીઓના બાકી હપ્તા જમા કરાવવામાં ઓછો રસ હોય એમ લાગે છે
ચીફ ઓફિસર એજન્સીને કડક શબ્દોમાં નોટિસ આપી લાભર્થીઓ ના અટકેલા હપ્તા ઝડપી અપાવે તેવી માંગ
રાજપીપળા : રાજપીપળા શહેરમાં ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ભલે ગરીબ લોકો માટે સારી હશે પરંતુ જેતે એજન્સી કામગીરી ગોકળગાયની ગતિએ ચલાવતા મકાનો ખુલ્લા કરી બેઠેલા ગરીબ લાભાર્થીઓના હપ્તા સમયસર આવતા ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે એજન્સીની ભૂલના કારણે પાિકા કર્મચારીઓ જવાબ આપી આપી ને કંટાળી ગયા છે છતાં વારંવાર પાલિકા કર્મચારીઓ દ્વારા એજીને હતા બાબતે પૂછતાં ખોટા જવાબો મળે છે આખરે લાભાર્થીઓ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થાય છે .
શરૂઆતમાં સારી કામગીરી કરતી એજન્સી હાલ બાકીના હપ્તા માટે ગોકળગાય ની ગતિએ કામ કરતા કાચા મકાનો ખુલ્લા કરી બેઠેલા લાભાર્થીઓ હપ્તા માટે રાહ જોઈ રહ્યા છે જેમાં છેલ્લા પડેલા મકાનના 50 થી વધુ લાભાર્થીઓના ફોટા ને અઢી મહિના જેવો સમય થવા છતાં એક પણ લાભાર્થીનો હપ્તો જમા ન થતા ચોમાસુ નજીક હોય ઉપરથી ઉધાર સમાન લાવી થોડું બાંધકામ કર્યું હોય એવા લાભાર્થીઓ અકળાઈ ઉઠ્યા છે એજન્સી ને સરકારી મીટીંગોમાં પોતાની સારી કામગીરી બતાવવામાં જ રસ હોય લોકોના બાકી હપ્તા બાબતે ગંભીર થાય માટે પાલિકાના ચીફ ઓફિસર આ એજન્સીને કડક શબ્દોમાં નોટિસ આપી ઝડપી કામગીરી કરાવે તેવી લોક માંગ છે.
એજન્સીને નોટિસ આપવા મેં ચીફ ઓફિસરને વાત કરી છે : જિગીષાબેન ભટ્ટ (પાલિક પ્રમુખ )
આ બાબતે પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ સાથે વાત કરતા તેમને જણાવ્યું કે એજન્સીની ઢીલી કામગીરી હોય નોટિસ આપવા મેં અગાઉ ચીફ ઓફિસરને વાત કરી હતી પરંતુ હાલ તેઓ માંદગીની રજા ઉપર હોય એજન્સી ઝડપી કામ કરી લાભાર્થીઓને વહેલી તકે હપ્તા મળે એ માટે નોટિસ આપવા ફરી કાર્યવાહી કરીશું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



