રાજપીપળા : નાંદોદ તાલુકાના ગાગર ગામે ખુલ્લામાં જુગાર રમતા 8 નબીરા ઓ ઝડપાયા, સાથે તિલકવાડાના છત્રપુરા ગામે પાંચ મળી કુલ 13 જેટલા જુગારીઓને ઝડપી પોલીસે તેમની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંી કાર્યાહી હાથ ધરી છે.
નાંદોદ તાલુકાના ગાગર ગામે ઉપલા ફળિયામાં આંબાના ઝાડ નીચે કેટલાક ઈસમો જાહેરમાં ગેરકાયદેસર હારજીતનો પૈસા વડે પત્તાપાનાનો જુગાર રમતા હતા જેમાં આમલેથા પોલીસ ત્રાટકી રેડ કરતા ગાડીત ગામના ફુલસિંગ ગેલા વસાવા અને ગાગરના મહેંદ્ર કાલીદાસ વસાવા બંને પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જયારે તેમની પાસેથી મુદૃામાલ અને અંગ ઝડતીમાં 520 દાવ પર લાગેલા 1500 રોકડા મળી 2020 રૂપિયા ઝડપી પાડ્યા હતા આ બે સાથે પોલીસે તેમની સાથે જુગાર રમતા હતા અને ભાગી ગયા તેવા ગાગર ના સુકરમ જેઠા વસાવા, પરેશ શાંતિ વસાવા, જયેશ નરોત્તમ વસાવા, તરોપાના વિક્રમ કનુ વસાવા, ધર્મા જેઠા વસાવા, તથા તરોપા ગામનો એક ઇસ મળી કુલ આંઠ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તેવીજ રીતે તિલકવાડા ના હરિપુરા ગામે છત્રપુરાના જશવંત રણછોડ વસાવા, પ્રકાશ બચુ વસાવા, હરિપુરા ના નટવર રણછોડ તડવી, અજય શના વસાવા અને જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ દાદુ જોગી છત્રપુરા ગામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં પત્તા પાના વડે પૈસા થી હારજીતનો જુગાર રમી રમાડતા હતા જેમાં રેડ દરમ્યાન તિલકવાડા પોલીસે તેમને ઝડપી જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




