આંદોલનના પગલે પોલીસ અને બિટીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
જીતનગર ચોકડી પાસે ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત જયારે કેવડિયા પહોંચી ચૂકેલા બહાદુર વસાવાની ગરુડેશ્વર પોલીસે અટકાયત કરી
રાજપીપળા : નર્મદા જિલ્લાનાં પાણીના પ્રશ્ને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા તથા બિટીપીની આગેવાનીમાં જિલ્લાને પાણી નહીં મળે તો આજે નર્મદા યોજનાની મુખ્ય કેનાલ બંધ કરવાની ચીમકી આપી હોય દરવાજા બંધ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવવાની જાહેરાત કરતાજ નર્મદા પોલીસ આજે સવારથી સતર્ક થઈ હતી અને ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો .
આ આંદોલનને પગલે નર્મદા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયા બાદ કેવડિયા જતા તમામ માર્ગો પર પોલીસ અને એસઆરપી સહિત 400 થી વધુ અધિકારીઓ અને જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયા હતા ,વડોદરા રેન્જના તમામ જિલ્લાની પોલીસ બોલાવાઈ હતી જેમાં 400 થી વધુ પોલીસનો કાફલો તૈનાત હતો અને કડક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું હતું.ત્યારે જાહેરાત મુજબ નર્મદા યોજનાની મુખ્ય કેનાલ બંધ કરવા કાર્યકરો આગળ વધી રહ્યા હતા એ દરમિયાન રાજપીપળા નજીકની જીતનગર ચોકડી પાસે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં આવતા કેવડિયા તરફ આગેકૂચ કરતા કેવડિયા પહોંચે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. પોલીસે ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત કરતાજ ટેકેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અટકાયતના વિરોધમાં ધારાસભ્ય અને ટેકેદારો રસ્તા પર બેસી ગયા હતા અને પીએમ મોદી,સીએમ રૂપાણીની હાય હાય બોલાવી સુત્રોચાર કરી ભારે બુમાબુમ કર્યા બાદ 1000 જેટલા કાર્યકરોને ડીટેન કરી જીતનગર હેડ ક્વાર્ટર ખાતે તમામને લઈ જવાયા હતા.જયારે કેવડિયા પહોંચી ચૂકેલા બહાદુર વસાવાની ગરુડેશ્વર પોલીસે અટકાયત કરી લીધી હતી .
નર્મદા બંધ મુખ્ય કેનાલના ગેટ બંધ કરવા જઈ રહેલા કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા : રાજેશ પરમાર : ડીવાયએસપી ,નર્મદા
નર્મદા જિલ્લા ડીવાયએસપી રાજેશ પરમારે આ મામલે જણાવ્યું હતું કે નર્મદા બંધ મુખ્ય કેનાલના ગેટ બંધ કરવાની ચીમકી ના પગલે નર્મદા પોલીસ સવારથી જ બંદોબસ્ત માં હતી ત્યારે કેનાલના ગેટ બંધ કરવા જઈ રહેલા 1000 જેવા કાર્યકરોને પોલીસે અલગ અલગ જગ્યા એથી ડિટેન કરી જીતનગર પોલીસ હેડ ક્વાટર લઈ જવાયા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






