કણાદ મંદિરમાં રવિ સભામાં વિશાળ ભક્તગણને સંબોધતા મહંત સ્વામી

0
15

અડાજણ મંદિરમાં મંગળવારે સાંજે વિશિષ્ટ ઉત્સવ સભા યોજાશે
સુરત, તા.૧૩
બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી હાલ સુરતની મુલાકાતે છે. ત્યારે રવિવારે કણાદ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં યોજાયેલી ભરી સભામાં ૨૫ હજારથી વધુ હરિભક્તો ઉમટી પડ્યા હતા.
સુરતને આંગણે બી.એ.પી.એસ. અડાજણ મંદિરમાં રોજ વહેલી સવારે ૫.૧૫ કલાકે મહંત સ્વામીની પ્રાતઃ પૂજાના દર્શન કરવા માટે ભક્તોની મેદની ઉમટી રહી છે. રવિવારે વહેલી સવારે ૧૫ હજારથી વધુ ભક્તો સ્વામીના દર્શન તેમજ પ્રાતઃ પૂજા માટે પહોંચ્યા હતા. જ્યારે સાંજે ૫.૩૦ કલાકે કણાદ સ્થિત મંદિરમાં ગઈકાલે રવિ સભા યોજાઈ હતી. દરમિયાન આશીર્વચન આપતા મહંત સ્વામીએ જણાવ્યું હતું કે, જેને પોતાના જીવાત્મા વિશે ભગવાનનો દૃઢ નિય થયો હોય, તો તે કોઇ રીતે ટળતો જ નથી. નિય થાય છે તે શાસ્ïત્રે કરીને જ થાય છે. શાસ્ïત્રમાં દૃઢ વિશ્વાસ અને પ્રતીતિ રાખો તો ભગવાનથી વિમુખ જ ન થવાય. દ્રવ્યાદિકનો લોભ, સ્ïત્રી વિશે આશક્તિ અને દેહાભિમાન હોય તો જીવતે-મરતે પણ સુખી ન થવાય. આવા સ્વભાવો ટાળવા. તોજ સુખી થવાય. ભગવાનની ભક્તિ માટે વિષયોનો ત્યાગ કરતા રહેવું.
રવિ સભા બાદ મંગળવારે સાંજે અડાજણ મંદિરમાં વિશિષ્ટ ઉત્સવ સભાનું આયોજન કરાયું છે. જ્યારે ગુરુવારે મહંત સવામી દર્શન-આશીર્વાદનો લાભ આપશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY