નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરાવવાનો પ્રયાસ કરતા બીટીપીના એમએલએની અટકાયત

0
4

નર્મદા,તા.૧૩
નર્મદામાં ડેડિયાપાડાના બીટીપીના એમએલએ મહેશ વાસાવાની પોલીસે અટકાયત કરી લીધી છે. એમએલએ મહેશ વાસાવા કેવડિયો પહોંચે તે પહેલા જ રાડપીપળાથી તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે આ સમયે મહેસ વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
અટકાયતના વિરોધમાં ધારાસભ્યના સમર્થકો રસ્તા પર બેસી અને વિરોધ કર્યો. જેને લઇ ડેડિયાપાડા-રાજપીપળા હાઇવે ચક્કાજામ થઇ ગયો. ઉલ્લેખનીય છે કે, ડેડિયાપાડાના બીટીપીના એમએલએ મહેશ વાસાવા નર્મદાની આસપાસના ગામોને પાણી આપવાની માગ કરી રહ્યા છે અને ૧૩ તારીખ એટલે કે આજે નર્મદા કેનાલના ગેટને બંધ કરવાની ચીમકી આપી હતી.
જિલ્લાને પાણી નહીં મળે તો મુખ્યે કેનાલના દરવાજા બંધ કરી અને કચ્છ-સૌરાષ્ટ્રમાં જતું પાણી અટકાવવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો અને વડોદરા રેન્જના તમામ જિલ્લાની પોલીસ બોલાવાઇ છે. જેમાં ૨ એસપી, ૪ ડીવાયએસપી, ૮ પીઆઇ સહિતના ૪૦૦થી વધુ પોલીસ કર્મીનો કાફલો તહેનાત કરી દેવાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY