જાન, અનિલ અને ઇલિયાના કરશે ‘પાગલપંતી”

0
11

મુંબઈ,તા.૬
અનીસ બાઝમીની જાન એબ્રાહમ સ્ટારર ‘પાગલપંતી’ માટે જાન્યુઆરીના અંત સુધીમાં શૂટિંગ શરૂ થશે. જેમાં જાન એબ્રાહમની લીડિંગ લેડી તરીકે ઇલિયાના ડીક્રૂઝની પસંદગી કરવામાં આવી છે. સાથે જ અનિલ કપૂર અને અર્ષદ વારસીને પણ કાસ્ટ કરવામાં આવ્યા છે.
એક સોર્સે કહ્યું હતું કે, ‘આ ફિલ્મ ટોટલી કોમેડી છે અને એના માટે લંડનમાં શૂટિંગ કરવામાં આવશે. આવતા વર્ષની શરૂઆતમાં એનું ૫૦ દિવસનું શેડ્યૂલ રહેશે. અનિલ અને અર્ષદનાં કૅરૅક્ટર્સ લાફ્ટર ડોઝ પૂરો પાડશે જ્યારે જાન અને ઇલિયાના રોમાન્સ કરતાં જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY