ડેડીયાપાડાના બોરીપીઠા ગામે લગ્નમાં નાચવા બાબતે મારામારી, 6 શખ્સોએ ભેગા મળી એકને ફટકાર્યો 

0
19

ચોકડી ઉપર લાકડી અને અન્ય સાધનો લઇ ઉભા રહી રસ્તામાં રોકી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી 

રાજપીપળા : ડેડીયાપાડાના બોરીપીઠા ગામે લગ્નમાં નાચવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબતની અદાવત રાખી કેવડિયા ગામના યુવાન સાથે ઝગડો થયો હતો જેને રસ્તામાં રોકી લાકડીઓ વડે માર માર્યો અને જાનથી મારીનાખવાની ધમકી આપતા પોલીસે છ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામે રહેતા વેસ્તા ઓકરીયા વસાવા તેના પરીવાર સાથે બોરીપીઠા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નમાં નાચવા બાબતે ગામના કેટલાક લોકો જોડે અંદરો અંદર બોલાચાલી થઇ હતી જે બાદમાં શાંત પડી ગઈ હતી. શાંતિથી લગ્ન પ્રસંગ પતાવી પોતાના ઘરે કેવડી ગામે પરિવાર સાથે જતા હતા તે વખતે બોરીપીઠા ગામના કિશન તુલસી વસાવા,વિપુલ તુલસી વસાવા, કૈાશિક રમેશ વસાવા, મુકેશ ફુલસીંગ વસાવા, રાકેશ રામસીંગ વસાવા તથા ચારણી ગામનો એક ઇસમ જેના નામની ખબર નથી આ છ વ્યક્તિઓ લાકડી લઈ આવી લગ્નમાં નાચવા બાબતે ઝગડાની રીશ રાખી તમો કેવડી ગામવાળા બહુ દાદા થઈ ગયા છો કહી વેસ્તા વસાવાને આંતરી લાકડી અને છુટ્ટા હાથની મારામારી કરી તેનું પરિવાર છોડાવવા પડ્યુ તેમને પણ માર માર્યો જેમાં વેસ્તા વસાવાને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જે બાબતનો ગુનો ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાવતા ડેડીયાપાડા પોસઈ એસ.જે.રાઠવા એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940897505

0

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY