કેવડિયા નજીકના ગામની આ યુવતી હોવાનું જાણવા મળ્યું પણ હજુ ઓળખ થઈ નથી હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ
રાજપીપળા : કેવડિયા કોલોની નજીક મુખ્ય કેનાલ ઝીરો પોઇન્ટ નજીક થી અજાણી યુવતીની લાશ મળી આવી છે. પોલીસે હાલ અકસ્માત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી સાથે આ અજાણી યુવતી કોણ છે તેની શોધખોળ પણ ચાલુ છે. આ યુવતી એ આમ હત્યા કરી છે કે તેની હત્યા થઇ છે જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેવડીયા કોલોની નજીક ભુમલિયા ગામ મુખ્ય કેનાલ માથી સમશેરપૂરા જતા એક નાનો પુલ આવેલો છે.આ પુલ નીચે કેનાલની અંદરના પાણીમા એક યુવતીની લાશ તરતી દેખાતા સ્થાનિકો દોડી આવ્યા હતા.ગરૂડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક વાડી ગામના યુવાનો દિનેશ તડવી, કિરણ તડવી, વિનોદ તડવી, પંકજ તડવી કિરણ તડવી આ તમામ યુવાનો તાત્કાલીક કેનાલમાં કૂદી પડયા હતા. અને કેનાલની અંદર રેસ્ક્યુ કરીને લાશને બહાર કાઢી હતી. ગરૂડેશ્વર પોલીસે આ યુવતીની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણી યુવતીના મૃતદેહ બાબતે હાલમાં અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં આ બાબતે પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જાણ કરવામાં આવી છે ત્યારે મળતી વિગત અનુસાર ગરુડેશ્વર તાલુકાના નજીકના કોઈ ગામની છે. અને તેના સગા સંબંધીઓએ ત્યાં આવવા માટે નીકળી ગયા છે તેમ પોલીસ દ્વારા જાણવા મળેલ છે. જોકે આ યુવતી એ આત્મ હત્યા કરી છે કે કોઈએ હત્યા કરી ફેંકી દીધી આ તમામ બાબતો પર હાલ પડદો છે પણ પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ દરમ્યાન તમામ હકીકત બહાર આવશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





