નર્મદામાં બે અલગ અલગ બનાવમાં એક પુરુષ અને એક મહિલાએ ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો 

0
11

ગરુડેશ્વર ગામમાં સુનિલ વસાવા એ જાતે નાંદોદના ધારીખેડામાં અનિતા પાટીલે કોઈક કારણોસર ફાંસો ખાતા પોલીસે તપાસ હાથ ધરી છે .

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાં બે અલગ અલગ બનાવોમાં એક પુરુષ અને એક મહિલાએ ફાંસો ખાઈ મોત વ્હાલું કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે .

પ્રાપ્ત વિગતો અનુસાર ગરુડેશ્વર ગામના હનુમાનજી મંદિર ફળિયામાં રહેતા દિનેશભાઇ રવીંદ્રભાઇ તડવી એ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના જ ફળિયામાં રહેતા સુનીલભાઇ મોતીભાઇ વસાવા (36)15 તારીખે બપોરના આશરે એકાદ વાગ્યાથી સાડા ત્રણેક વાગ્યાના અરસામા પોતાના ધરે કોઇ અગમ્ય કારણસર ધરના પંખાના હુક સાથે ઓઢણી ગળે બાંધી ફાસો ખાઇ જતા મોત થયું હતું

જયારે બીજો બનાવ નાંદોદના ધારીખેડા સુગર ફેક્ટરી ડી.ટાઈપ કોલોની રૂમ નં ૫ માં બન્યો જેમાં દત્તુભાઈ માધુભાઈ પાટીલે જાણ કર્યા મુજબ તેમની પત્ની અનીતા (32) એ 15 તારીખે સાંજે લગભગ 6 વાગે પોતાના રૂમમાં પાણીના પનીયારા પાસે છતની લોખંડની એંગલ સાથે ઈલેકટ્રીકના વાયરથી કોઈ અગમ્ય કારણસર વાયર નો ફાંસો બનાવી એંગલ સાથે વાયરનો એક છેડો બાંધી બીજો છેડો ફાંસો બનાવી ગળામાં જાતે નાખી ફાસો ખાઈ જતા મોતને ભેટી હતી આમ નર્મદા જિલ્લામાં બે અલગ અલગ બનાવમાં એક પુરુસ અને એક મહિલા એ ફાસો ખાતા પોલીસે તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY