3 ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડાયા બાકીના 11 ને રાજપીપળા સિવિલ ખાતે 108 દ્વારા ખસેડાયા
અમરેલી તરફથી નર્મદા પરિક્રમા કરવા નીકળેલા પરિક્રમા વાસીઓ ની બસ ટ્રક સાથે ભટકાતા અકસ્માત થયો

સુરતથી ઇન્દોર પ્લાસ્ટિક ના રોલ ભરી જતી ટ્રક અને રાજપીપળા તરફથી જતી લકઝરી બસ સામસામે અથડાતા પરિક્રમા કરવા નીકળેલા યાત્રાળુઓને ઇજા
રાજપીપળા : નાંદોદ તાલુકાના ધારીખેડા પાસે પરિક્રમા વાસીઓની લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગત રાત્રે અકસ્માત થતા 14 ને ઈજાઓ થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી તરફથી નર્મદા પરિક્રમા કરવા લકઝરી બસ લઈ નીકળેલા યાત્રાળુઓની બસ રાજપીપળા થઈ આગળ વધી રહી હતી ત્યારે રાત્રે લગભગ 2 વાગે ધારીખેડા સુગર પાસે સુરત થી ઇન્દોર પ્લાસ્ટિકના રોલ ભરી જતી એક ટ્રક સાથે સામસામે ધડાકાભેર અથડાતા બસ વહેલી સવારે સુઈ રહેલા યાત્રાળુઓ માં બુમાબુમ થઈ ગઈ હતી ત્યારે આ અકસ્માતમાં કુલ 14 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી અકસ્માત ની જાણ 108 ને થતા નર્મદા ની ત્રણ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ ઇજાગ્રસ્તોને રાજપીપળા સિવિલ ખસેડાયા હતા જેમાં 3 ઇજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ થતા વડોદરા રીફર કરાયા હતા જયારે બાકીના 11 ને રાજપીપળા સિવિલમાં સારવાર અપાઈ રહી છે .જોકે આમલેથા પોલીસના જણાવ્યા મુજબ લકઝરી ના ચાલાક ની ભૂલના કારણે આ અકસ્માત થયો હોય આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




