લગ્નની સીઝનમાં ગરીબોનો પુરવઠો બારોબાર સગેવગે ના થાય અને ઓનલાઇન, ઓફલાઈન રેકર્ડની ચકાસણીથી સસ્તા અનાજની દુકાનના સંચાલકોમાં ફફડાટ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો માંથી જિલ્લામાં ગરીબ ગ્રાહકોને પૂરતું અનાજ નથી મળતું હોવાની બૂમો ઉઠી છે, સાથે કેન્દ્ર સરકારની પણ સૂચનાને લઈને જિલ્લા પુરવઠા વિભાગે સરપ્રાઈઝ ચેકીંગ શરૂ કર્યું છે જે છેલ્લા એક અઠવાડિયાથી ચાલુ છે જેને લઈને સસ્તા અનાજની દુકાનો ધરાવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા પુરવઠા આધિકારી અને પ્રાંત અધિકારીની આગેવાનીમાં ંચ તાલુકામાં પાંચ ટીમો બનાવી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ છે. આ ચેકિંગમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકા માંથી અમુક દુકાનોને સીલ પણ મરાઈ હોવાની વાત જાણવા મળી છે .
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ લગ્નની સીઝન ચાલતી હોય સસ્તા અનાજની દુકાનો ધરાવતા દુકાનદારો ગરીબ લાભાર્થીઓના ભાગનું અનાજ સીધું કોઈને પધરાવી ના દે એ માટે જિલ્લામાં ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન અને ઓફ લાઈન રેકર્ડનો રિપોર્ટ માંગ્યો હોય નર્મદા જિલ્લાના અમુક ગામડા કનેક્ટિવિટી વગરના હોય સસ્તા અનાજની દુકાનો ના દુકાનદારોને ઓનલાઇનમાં ઘણી સમસ્યા છે ત્યારે આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી ગંભીરતાથી ચેકીંગ કરાવી રહ્યા છે અને જરા પણ ગેરરીતિ કે સ્ટોક વગરનો માલ હોય જેને સીઝ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લખનીય છે કે જિલ્લા પુરવઠા શાખા દ્વારા કરાયેલ ચેકીંગમાં તમામ પાંચ તાલુકાઓમાં ઘણી ગેરરીતિ ઝડપાઇ હોવાનું સંભળાઈ રહ્યું છે પરંતુ જેના પર હાલ તંત્રનો ઢાંક પીછાડો કરવામાં આવી રહ્યો છે, કારણ કે પુરવઠા વિભાગ અને દુકાનદારો બંને એક બીજા પર નિર્ભર હોય ઢાંક પીછાડો તો ચાલવાનો છતાં હજુ તપાસ કામગીરી ચાલુ હોય ફાઈનલ રિપોર્ટમાં શું રંધાય છે તે જોવું રહ્યું.
આ બાબતે જિલ્લા પુરવઠા આધિકારી કે.ડી ભગતે જણાવ્યું હતું કે હાલ ચેકીંગ ચાલી રહ્યું છે ટીમો ચેકીંગ કરે છે પરંતુ ફાયનલ રિપોર્ટ હજુ મારી પાસે આવ્યો નથી. ફાયનલ રિપપૉર્ટ આવશે એટલે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



