ન્યુ દિલ્હી,તા.૨૯
ઈંગ્લેન્ડમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૯ માટેની હવે કુલ ફક્ત ૩,૫૦૦ ટિકિટ વેચાવાની રહી છે, એમ આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના એક ટોચના સત્તાધીશે કહ્યુ હતું.
આઈ. સી. સી.ના જનરલ મૅનેજર-કમર્શિયલ કેમ્પબેલ જેમીસને કહ્યુ હતું કે બ્રિટનમાં ૩૦મી મેથી ૧૪મી જુલાઈ સુધી યોજાનારી સ્પર્ધા માટેની ઘણીખરી ટિકિટ વેચાઈ ચૂકી છે. આઈ. સી. સી. ક્રિકેટ વર્લ્ડ કપમાં કુલ ૪૮ મેચ રમાનાર છે. ભારતની પાકિસ્તાન સામે સહિતની બધી મેચની બધી ટિકિટ વેચાઈ ગઈ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ૧૬મી જૂને ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે થનાર છે. સ્પર્ધાની પહેલી મેચ આયોજક ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઓવલ ખાતે ૩૦મી મેએ રમાશે અને ફાઈનલ મેચનું લોડ્ર્સના મેદાન પર ૧૪મી જુલાઈએ આયોજન કરવામાં આવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






