છેલ્લા કેટલાય મહિનાઓથી કામગીરી નહી થતા જમીન માપણીના કેશો પેંડીંગ : અરજન્ટ કેશોનો પણ કોઈ નિકાલ નહિ
જિલ્લા કલેક્ટર આવા વિભાગો પર વોચ રાખી કામગીરી કરાવે : લોકો રોજે રોજ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં એક એવો મહત્વનો વિભાગ કે જ્યાં આધિકારીઓ અને કર્મચારીઓની ઢીલી નીતિને કારણે આજે જિલ્લાના કેટલાય લોકો પોતાની જમીન માપણી માટે રોજ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે, ઘણા કેશો પેન્ડિંગ છે ત્યારે આ કેશોનો ઝડપથી નિકાલ થાય એ માટે અરજદારોની માંગ વધી છે, બે ત્રણ જિલ્લાઓના ચાર્જ સંભાળતા અધિકારીઓ થી ચાલતા આ વિભાગને જો કાયમી આધિકારી મળે એવી પણ અરજદારો એ માંગ કરી છે કેમકે જયારે પણ જઈએ તો ક્યારે અધિકારીઓ નથી હોતા કે સર્વેયરો નથી હોતા.જેથી કામગીરી ખોરંભે પડી છે. અને લોકોના કામો ખોરંભે પડ્યા છે.
જિલ્લામાં સ્ટેચ્યુને લઈને વિકાસની કામગીરી ચાલુ છે ત્યારે જમીનોની માપણી અને ખરીદી માટે પણ લાઈનો લાગી છે જમીનોના ભાવ ઉચકાતા ખેડૂતોને જમીનોની કિંમત સમજાઈ છે અને સોનાની લગડી જેવી જમીનોની ાપણી માટે હાલ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલ જમીન માપણી વિભાગ ડી.આઈ.એલ.આર.શાખામાં કેશો વધી રહ્યા છે પરંતુ આ શાખામાં કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જો છેલ્લા છ મહિનાનો પણ જિલ્લા કલેક્ટર રેકોર્ડ મંગાવે તો કેટલાય કેશો પેન્ડિંગ છે એ ખબર પડે, એટલુંજ નહિ મોટી સંખ્યામાં અરજન્ટ કેશો છે જેમણે સરકારી ધારાધોરણે ઉંચી ફી પણ ભરી દીધી છે. અને સરકારી નિયમ મુજબ 15 દિવસમાં જો જમીન માપણી ના થાય તો અરજદારને રૂપિયા પરત આપવા પડે પરંતુ આ અરજન્ટ કેશો પણ મહિનાઓથી પેન્ડિંગ છે મજબૂરીમાં લોકો કશુ કહી શકતા નથી જેનો આધિકારીઓ અને કર્મચારીઓ લાભ ઉઠાવે છે પરંતુ હવે અરજદારોમાં રોષ વધી રહ્યો છે. અને જલ્દી જમીન માપણી થાય એવી માંગ ઉઠી છે.
રી સર્વે માં પણ ગોટાળાની બૂમો
નર્મદા જિલ્લામાં જમીન માપણી દ્વારા કરવામાં આવેલ રી સર્વે માં પણ ઘણા ગોટાળા હોવાની બૂમો ઉઠી છે અને જેને લઈને માપણીના કેશો પણ વધી રહ્યા છે તો જિલ્લા કલેક્ટર આ રી સર્વે ની કામગીરીની પણ તપાસ કરે અને જેમાં રહેલી ક્ષતિઓ સુધારવા સૂચના આપે કેમકે જેમની માપણી થઇ છે તેમના નકશા તૈયાર થયા નથી કે એન્ટ્રીઓ પણ પડી નથી જેથી લોકો એના માટે પણ ધક્કા ખાઈ રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





