પત્ની સાથે અનૈતિક સંબંધની આશંકામાં હાંકી કઢાયેલા ભત્રીજાનો કાકા પર હુમલો

0
18

સચીન જીઆઈડીસીમાં હોટલ માલિકને સંખ્યાબંધ ચપ્પુના ઘા ઝીંકાયા
સુરત, તા.૧૭
સચીન જીઆઈડીસી સ્ટેશન રોડ ખાતે આવેલ રાજ હોટલના માલિકને ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ થયાનો બનાવ બન્યો હતો. ગતરાત્રે બે વાગે ઈજા પામનાર પોતાની હોટલમાં ઊંઘતા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિએ ચપ્પુના ઘા ઝીંકી નાસી ગયો હતો.
સચીન જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સચીન સુડા સેક્ટર-૩માં રહેતો ગોપાલ મદનભાઈ રાઠોડે અજાણ્યા વ્યક્તિની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના શેઠ રામઈકબાલ નગીના ગુપ્તાની રાજ હોટલ સચીન સ્ટેશન રોડ પાસે આવેલી છે. ગત તા.૧૬-૫-૨૦૧૯ના રોજ શેઠ રામઈકબાલ ગુપ્તા પોતાની હોટલમાં ઉંઘતા હતા ત્યારે રાત્રે બે વાગ્યાના સુમારે અજાણ્યા વ્યક્તિએ ઘુસી જઈ રામ ઈકબાલ ઉપર ચપ્પુના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી નાસી ગયો હતો.
પોલીસની તપાસમાં ચપ્પુથી હુમલો કરનાર યુવક હોટલ માલિક રામ ઈકબાલ ગુપ્તાના ભત્રીજા હતો અને કાકાની પત્ની સાથે ભત્રીજાના અનૈતિક સંબંધ હોવાની શંકાના પગલે હોટલ માલિક રામ ઈકબાલે ભત્રીજાને નોકરીમાંથી હાંકી કાઢતા ભત્રીજાએ ખૂની હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY