સ્ટેટ સમયની પાણીની લાઈનોમાં વાંવાર ભંગાણ થતા ડહોળું કે જીવાત વાળું પાણી આવતા ક્યાં લીકેજ છે એ માટે ચેક કરતા પાલિકા કર્મચારીને અટકાવ્યા
એક તરફ સ્વછ પાણી ન આવતું હોવાની ફરિયાદ બાદ જો કામગીરી માં અવરોધ ઉભો કરે તો પાલિકા એ કડક હાથે કામ લેવું પડે
રાજપીપળા : રાજપીપળા શહેરમાં પાણીની ફરિયાદ બાદ અમુક વિસ્તારના લોકો લીકેજ શોધવા ખોદકામ કરતા પાલિકા કર્મચારીઓને અટકાવતા હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે આવા સ્તિથીમાં પાલિકા એ કડક હાથે કામ લેવું જોઈએ નહીં તો આવા વિસ્તારોં ખરાબ પાણી જતા લોકો બીમાર પડી શકે છે .
પાલિકા વોટર વર્કસના સૂ્રો દ્વારા જાણવા મળ્યાં મુજબ રાજપીપળા શહેરમાં ટેટ સમયની પાણીની લાઈનો હોય છાસવારે આ લાઈનોમાં ભંગાણ થતા ડહોળું કે જીવાત વાળું પીવાનું પાણી લોકોના ઘરોમાં જતા લોકોની ફરિયાદ આવતા આવા વિસ્તારોમાં ક્યાં લીકેજ છે એ શોધવા પાલિકાની ટિમ ખોદકામ કરી અંડરગ્રાઉન્ડ લાઈનમાં લીકેજ શોધી મરામત કરે છે પરંતુ હાલમાં અમુક વિસ્તારોમાં આવી ફરિયાદ બાદ લીકેજ માટે ખોદકામ કરવા ગયેલી પાલિકાની ટીમને ફરિયાદ કરનાર વ્યક્તિ એજ અટકાવી અમારી લાઈન બરાબર હોવાનું જણાવી પરત મોકલી ખોદકામ કરતા અટકાવી હતી ત્યારે પાડા ના વાંકે પખાલી ને ડામ ની જેમ અમુક લોકોની રોકના કારણે બાકીના લોકોને પીવાનું ખરાબ કે ઓછું પાણી મળે એમ હોય પાલિકા એ આવી પરિસ્તિથીમાં કડક વલણ અપનાવી કામગીરીમાં અવરોધ ઉભો કરતા લોકો પર પગલાં લેવા જોઈએ એવું અથવા જે તે વોર્ડના ચૂંટાયેલા સભ્યોને રજુઆત કરી કામગીરી કરવી જોઈએ નહીતો બે ચાર વ્યક્તિઓના કારણે જે તે વિસ્તારના લોકો ખરાબ પાણીના કારણે બીમાર પડે તો જવાબદાર કોણ…? જોકે આ ફક્ત એકજ વ્યક્તિના ઘરની ફરિયાદ હોય છતાં એજ વ્યક્તિ કામ કરતા અટકાવે ત્યારે પાલિકા કર્મચારીઓ પણ શું કરી શકે…? સવાલ એ થાય છે કે ફરિયાદ કરનાર વ્યક્તિએ ખોદકામ ની કેમ ના પાડી…? શું આ વ્યક્તિને ત્યાં સવચ્છ પાણી આવતું હતું…? કે અન્ય કોઈ કારણ હતું એ જાણવા મળ્યુ નથી પરંતુ ફરિયાદ કરનાર વ્યક્તિ એ કામ કરવા ગયેલી પાલિકા ટીમને પરત મોકલી હતી એ પાલિકાના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




