અંક્લેશ્વર શહેર પો.સ્‍ટે.ના ટ્રાન્સફોર્મર ચોરીના ગુનામાં તેમજ પ્રોહીબીશનના ગુનામા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
13

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં નાઓ તરફથી ભરૂચ જીલ્લામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા મળેલ સુચના અન્વયે ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેકટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પો.સ.ઇ પી.એસ.બરંડાએ બે અલગ-અલગ ટીમો બનાવી નાસતા-ફરતા આરોપી તેમજ વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા કામગીરી હાથ ધરેલ જે કામગીરી દરમ્યાન આજરોજ મળેલ બાતમી આધારે અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા વીજ લાઇનના ટ્રાન્સફોર્મર તોડી ચોરી કરવાના નોંધાયેલ અલગ-અલગ સાત ગુનાઓના કામનો નાસતો-ફરતો આરોપી શનાભાઇ મથુરભાઇ વસાવા રહે-પટેલ ફળીયુ અંબોલીગામ તા-અંકલેશ્વર જી- ભરૂચ નાને બોરીદ્રા ગામેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

તેમજ અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.મા ગઇ તા-૦૫/૧૧/૨૦૧૮ ના રોજ અંક્લેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામેથી રૂ.૨૨,૦૦૦/- નો ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયેલ જે ગુના મા છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપી કુંદનભાઇ રમણભાઇ વસાવા રહે-જુના સક્કરપોર તા-અંક્લેશ્વર નાને આજરોજ મળેલ હકીકત આધારે ધંતુરીયા ગામના પાટીયા પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંક્લેસર રૂરલ પોસ્ટે.મા સોંપવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY