નાંદોદના વણઝર ગામે ગત સપ્તાહે જતી રહેલી મારી દિકરી ક્યાં છે કહી ભગાડી જનારના મિત્રની પીટાઈ 

0
10

ગત સપ્તાહે પોતાની છોકરી કોઈકની સાથે જતી રહી હોય એ બાબતે ગામના એક યુવાનને પૂછ્યા બાદ માર માર્યો 

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વણઝર ગામના કિશન જેઠાભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ એ પોતે ગામમા નાના ટેકરા ફળીયામા કામ અર્થે ગયેલ તે વખતે કેસુર ઉર્ફે પોપટીયો ભુરાભાઈ વસાવા સામે મળતા તેણે તેની છોકરીને તુ ક્યા મુકી આવેલ છેં તેમ પુછતા કિશને ક્યાં છેં તે હુ જાણતો નથી તેવુ જણાવતા કેસુર એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી લાકડીથી મારી દીધેલ અને કેસુરનુ ઉપરાણુ લઈ પોપટીયો ભુરાભાઈ વસાવા અને નગીન ભુરાભાઈ વસાવા દોડી આવી ઢિક્કામુક્કિનો માર માર્યો ત્યાર બાદ દિનેશ ભુરાભાઈ વસાવા પણ કેસુરનું ઉપરાણું લઈ ત્યાં દોડી આવી કિશનને ત્રણ થપ્પડ મારી દઈ કરી ગુનો કરવામા એકબીજાની મદદગારી કરી જાનથી મારીનાખવાની ધમકી આપી હતી .રાજપીપળા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY