કેન્ડલ જેનર ‘વાગ’ના કવર પર ચમકશે

0
22

લોસ એન્જલ્સ,તા.૨૦
સુપર મોડેલ કેન્ડલ જેનર જગવિખ્યાત મેગેઝિન વાગની ઓસ્ટ્રેલિયન આવૃત્તિના જૂનના અંકના કવર પર ચમકશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
તાજેતરમાં આ કવર માટે ફોટો શૂટ થયું હતું. આ અંકમાં કેન્ડલનો ઇન્ટરવ્યૂ પણ પ્રગટ થશે જેમાં એણે પહેલીવાર પોતાના અફેરની પણ વાત કરી હોવાનું કહેવાય છે.
૨૩ વર્ષની આ સુપરમોડેલ કહે છે કે મારા માટે મારા સંબંધો અને પ્રોજેક્ટ્‌સ અત્યંત મહત્વના અને પવિત્ર છે. લાંબા સમયથી તમે જેને પિછાણતા ન હો એવા સંબંધોની જાહેરમાં વાતો કરવાનું યોગ્ય નથી એમ હું માનું છું. કેટલાક સંબંધો તાત્પૂરતા હોય છે, એ કાયમી હોતા નથી એટલે એેની વાત મિડિયા સાથે ન કરવી જોઇએ એમ હું માનું છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY