ગામના લોકો કુદરતી એક ખાડા માંથી ગંદુ પાણી ભરીને પીવા મજબૂર
ડેડીયાપડા સાગબારા સહિત ભરૂચ નેત્રંગ, વાલિયાના પણ કેટલાય ગામો એવા છે. કે જ્યાં પાણીનો ગંભીર પ્રશ્ર્ન છે. એટલે આંદોલનના ભાગરૂપે 31 મેં એ ગુજરાત બંધની ચીમકી
રાજપીપળા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ગુજરાત રાજ્યમાં પાણીનો પોકાર જોવા મળ્યો છે ત્યારે જિલ્લામા મંત્રીઓને મોકલી પાણીની વ્યવસ્થા કરવા સરકાર દ્વારા સૂચના અપાઈ છે. પરંતુ નર્મદા જિલ્લામા આ બાબતે પાણીની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોય એમ અંતરિયાળ ગામોમાં હજુ પીવાના પાણીની સમસ્યા વિકટ છે. જેમાં ડેડીયાપડામા અનેક ગામો એવા છે કે જ્યાં પીવાના પાણી ના ફાંફા છે. લોકો પાણી માટે જંગલો ખૂંદી રહ્યા છે.
ડેડીયાપડાના વાઘઉમર ગામ કે જ્યાં 500 થી વધુની સંખ્યા છે જ્યાં પાણી પુરાવઠા વિભાગની ટાંકી છે. બોર છે પરંતુ એ શોભાના ગાઠીયા સમાન છે ત્યારે આજે પણ આ ગામની મહિલાઓ એક કુદરતી ખાડા માંથી પાણી ઉલેચી ઉલેચીને ભરી 3 કિમિનો ડુંગર ખેડી દિબસમાં ત્રણ વાર પાણી ભરે છે.બે બેડાં પાણી ભરી ડુંગર ખેડતા થાકી જતા વચ્ચે વિરામ પણ લે યારે આવી કપરી પરિસ્થિમાં આ ગામના લોકો પાણી માટે પોકાર કરી રહયા છે.
સરકાર જો ગામે ગામ પાણી પહોંચાડવાની વાતો કરતી હોય તો આ વાઘઉમર ગામે પાણીની વ્યસ્થા જુવે અને તેમને એક મોટી ટાંકી બનાવી ઘરે ઘરે નળ આપે. એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
ડેડીયાપડામાં અંતરિયા ગામોમાં પાણીની ખૂબ મુશ્કેલી છે.પરંતુ તંત્ર કોઈ વ્યવસ્થા કરી શકી નથી જિલ્લા પંચાયત અને પાણી પુરવઠા વિભાગને પણ અમે ઘણી રજુઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી વાઘઉમર ગામે પાણીની વિકટ પરિસ્થિતિ છે. આવા અનેક ગામો છે.જ્યાં પાણીની સમસ્યા છે : માધવસિંહ વસાવા. પ્રમુખ તાલુકા પંચાયત ડેડીયાપડા
જિલ્લા પંચાયત નર્મદાના કારોબારી ચેરમેન બહાદુર વસાવાએ આ બાબતે જણાવ્યું કે ડેડીયાપડા સાગબારા સહિત ભરૂચ નેત્રંગ, વાલિયાના કેટલાય ગામો એવા છે. કે જ્યાં પાણીનો ગંભીર પ્રશ્ર્ન છે. એટલે અમે આંદોલન ચલાવ્યું છે નર્મદા બંધમાં પુષ્કળ પાણી છે. પણ એ પાણી કોઈને કામ લાગતું નથી.બસ સૌરાષ્ટ્ર કચ્છના લોકો પાણી વાપરે છે. એટલે અમે આગામી 31 મી મેંના ગુજરાત બંધનું એલાન આપ્યું છે. જો આવા અંરારિયાળ ગામોમાં પાણી નહીં પહોંચાડો તો આંદોલન ઉગ્ર બનશે તેવી પણ ચીમકી આપી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






