બ્રેકીંગ ….ગરુડેશ્વરના સુરજવડ ગામે દીકરીને ભગાડી જવાની શંકા રાખી થયેલી મારામારીમાં વૃદ્ધની હત્યા

0
56

મિતેષ નામનો યુવાન હેશ તડવીની દીકરીને ભગાડી ગયો હોવાની શંકા બાદ બોલાચાલી અને મારામારી થતા મિતેષનુ ઉપરાણું લેવા ગયેલા દાદા સુમનભાઈને કુહાડીની મુંદર મારી માથું ફાડી નાખતા સ્થળ પર જ મોત થતા હત્યાનો ગુનો દાખલ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા સુરજવડ ગામે દીકરીને. ભગાડી ગયો હોવાની શંકા બાદ થયેલી બોલાચાલી અને મારામારીમાં એક વૃદ્ધ ની હત્યા થતા રાજપીપળા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર ના સુરજવડ કે જે રાજપીપળા પોલીસની હદ માં આવેલું ગામ છે ત્યાં શનિવારે હત્યા નો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી જેાં હરેશ લક્ષ્મણભાઇ તડવીની દીકરીને ગરુડેશ્વર ના મોટાપીપળીયા ખાે રહેતા ફરિયાદી રામુભાઈ રાયજીભાઇ તડવીનો દીકરો મિતેશ ભગાડી લઇ ગયેલ છે તેવી શંકા રાખી (૧) હરેશભાઇ લક્ષ્મણભાઇ તડવી (૨) લાલુભાઇ લક્ષ્મણભાઇ તડવી (૩) ઉકડભાઇ સુમનભાઇ તડવી ત્રણેય રહે સુરજવડ તા.ગરૂડેશ્ર્વર જી.નર્મદાએ રામુ તડવી જયા બાજરી ખુટતો હતો ત્યા આવીને તેનો શર્ટ પકડી ગમે તેમ ગાળો બોલી દીકરીને શોધવા લઇ જતા રામુના સસરા સુમનભાઇ કાળાભાઇ તડવીએ આરોપી આ ત્રણને શાંતીથી બોલવા માટે જણાવતા આરોપી તમે કેમ વચ્ચે બોલો છો તેમ જણાવી ત્રણ આરોપીઓ પૈકી હરેશ લક્ષમણભાઈ તડવીએ તેના હાથમાની લોખંડની પરાઇ સુમનભાઇના માથાના ભાગે મારી તથા બીજા આરોપી લાલુ લક્ષમણ તડવીએ કુહાડીની મુદર સુમનભાઇના માથાના ભાગે મારી,ત્રીજા આરોપી ઉકડભાઇ સુમનભાઇ તડવીએ હરેશ તડવીનુ ઉપરાણું લઇ આરોપી કુહાડી લઇ સુમનભાઇ કાળાભાઈ તડવી (65) ને કુહાડીની મુદર માથાના ભાગે મારી માથુ ફાડી સ્થળ ઉપર મોત નિપજાવી તેમજ રામુભાઈની પત્ની ટીનીબેનને પણ છાતીના ભાગે કુહાડીની મુદર મારી તથા બીજાએ ગડદા પાટુનો માર મારી ગુનો કરવામા એક બીજાએ મદદગારી કરી સુમનભાઈની સ્થળ પરજ હત્યા કરતા રાજપીપળા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .તપાસ પી.આઇ. આર.એન.રાઠવા કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY