મોરબીના સેવા સદનમાં સ્વચ્છતા અભિયાન, દારૂની ખાલી બોટલો મળી

0
12

સેવાભાવી સંસ્થા દ્વારા સફાઈ અભિયાન પુરજોશમાં

મોરબીમાં ડોક્ટર મિત્રો સહિતના સેવાભાવી યુવાનો દ્વારા શહેરમાં દર રવિવારે સફાઈ અભિયાન ચલાવવાનું નક્કી કર્યા બાદ સફાઈ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે જેમાં આજે મોરબીના તાલુકા સેવાસદન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું

મોરબીની સ્વચ્છતા અભિયાન ટીમ દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ કર્યા બાદ નવા બસ સ્ટેન્ડ અને જીઆઈડીસી ખાતે સફાઈ કર્યા બાદ આજે તાલુકા સેવાસદન ખાતે ટીમ પહોંચી હતી ૪૦ થી ૫૦ યુવાનોની ટીમ દ્વારા તાલુકા સેવાસદનના ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન આદર્યું હતું અને સેવા સદન કચેરીમાં ઠેર ઠેર ગંદકી અને કચરો મળ્યો હતો જેની સફાઈ કરવામાં આવી હતી
તો સફાઈ અભિયાન દરમિયાન સફાઈ કરતી ટીમને દારૂની ખાલી બોટલો પણ મળી હતી તાલુકા સેવાસદનમાં દારૂની બોટલો ક્યાંથી આવી ગુજરાતમાં પણ દારૂબંધી છે ત્યારે સરકારી કચેરીમાં દારૂની બોટલોથી સફાઈ ટીમ પણ ચોકી હતી તેમજ તાલુકા સેવાસદનમાં બેફામ ગંદકી જોવા મળી રહી છે ત્યારે સફાઈ અભિયાનના ગાણા ગાતી સરકારને પણ વિચારવું પડશે કે સરકારી કચેરીઓની દેખભાળ સરકાર ના કરી સકતી હોય ત્યારે સફાઈ અભિયાનની વાતો માત્ર નાટક સમાન બની રહે છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY