રાજપપીપળાના મોટાભાગના વિસ્તારોના રહીશો ભર ઉનાળે લો-વોલ્ટેજની તકલીફ ના કારણે હેરાન 

0
33

સિંધીવાડ,દક્ષિણી ફળિયા,કસ્બાવાડ દરબાર રોડ સહીત શહેરના મોટાભાગના વિસ્તારોમાં હાલ આકરી ગરમીમાં ઈલેકટ્રીક ઉપકરણો ન ઉપડતા હોવાની બૂમ

વારંવાર લેખિત મૌખિક રજુઆત કરવા છતાં વીજ કંપનીને માત્ર મોટા મોટા બીલો વસૂલવા માંજ રસ હોય ઠાલા આશ્વાસનોજ આપે છે 

રાજપીપળા : રાજપીપળા શહેરમાં વીજ કંપનીના ખાડે ગયેલા વહીવટના કારણે હજારો રૂપિયા વીજ બીલો ભરતા ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે ઘણા વર્ષો થી રાજપીપળા શહેરના અડધા ઉપરના વિસ્તારમાં આકરી ગરમીમાં ઓછા વોલ્ટેજની તકલીફ થી લોકો કંટાળી ગયા છે જેમાં વારંવાર લોકોએ લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓ ફક્ત આશ્વાસન આપી આવી તકલીફ દૂર કરતા નથી ત્યારે હાલમાં નગરપાલિકા ના સદસ્ય મુંતઝીર શેખે તેમજ થોડા સમય પહેલા કસ્બાવાડના રહીશોએ શહેરના સિંધીવાડ,દક્ષિણી ફળિયા,કસ્બાવાડ સહિતના વિસ્તારોમાં લો વોલ્ટેજના કારણે ઈલેકટ્રીક ઉપકરણોનો ઉપડતા નથી એ બાબતે લેખિત રજુઆત કરવા છતાં મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનામાં પણ આ ફરિયાદ બાબતે વીજ કંપનીના અધિકારીઓ માત્ર ઠાલાં આશ્વાસનો આપી રહ્યા છે .

દર બે મહિને તગડા બીલો વસુલ કરી ગ્રાહકોને લૂંટતા વીજ કંપનીના અધિકારીઓ સરખા વોલ્ટેજ કે અન્ય સારી સર્વિસ આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે જેમાં ઉપરી અધિકારીઓ પણ આવી બાબતે કોઈજ ધ્યાન ન આપતા હવે સુરતની વડી કચેરી માં લેખિત રજુઆત કરવા સ્થાનિકો તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.જાડી ચામડીના અધિકારીઓ મુસ્લિમ વિસ્તારો સાથે જાણી જોઈને અન્યાય કરતા હોવાની પણ વાત હાલ મુસ્લિમ બિરાદરો દ્વારા જાણવા મળી છે ત્યારે હાલ રાજપીપળા શહેરમાં 230 વોલ્ટેજ ની જગ્યા પર 140 ની આસપાસ વોલ્ટેજ આવતા ઇલેક્ટ્રિક સાધનો ઉપડતા નથી અને લો વોલ્ટેજ માં જે સાધનો ઉપડે છે તેને નુકસાન થઈ રહ્યું હોય જો સ્થાનિક અધિકારીઓ આ બાબતે કોઈ પગલાં નહીં લે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે જાય તેમ પણ જાણવા મળ્યું છે.

મેં લેખિત રજુઆત કરી છે છતાં પગલાં નહીં લે તો વડી કચેરીમાં ફરિયાદ કરીશું : મુંતઝીર શેખ

પાલિકાના સદસ્ય મુંતઝીર શેખે જણાવ્યું કે વીજ કંપનીમાં લો વોલ્ટેજ માટે મેં લેખિત રજુઆત કરી છે છતાં જો અધિકારીઓના પેટનું પાણી નહીં હલે તો સુરતની વડી કચેરી માં રજુઆત કરીશું અથવા ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા માં પણ પાછી પાની નહીં કરીએ કેમ કે ખતરનાક ગરમી ઉપરથી અમારા રમઝાન મહિનામાં મુસ્લિમ લોકો કંટાળી ગયા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY