આકરી ગરમીમાં બારી બારણાં ખુલ્લા મૂકી સુવાનું ભારે પડ્યું

0
27

સાગબારાના સેલંબાના રહેણાંક મકાનમાંથી 1.13 લાખની ઘરફોડ ચોરી 

મકાનના પાછળના ખુલ્લા દરવાજા માંથી પ્રવેશ કરી ચોરટાઓએ ચોરીને અંજામ આપ્યો 

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં ગત રાત્રે ઘરફોડ ચોરીની ઘટના બની જેમાં લખોની ચોરીને અંજામ આપી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબાના આંબાવાડી ફળીયામાં રહેતા આમીન રાજુભાઇ મન્સુરીના મકાનમાં ગતરોજ કોઈ અજાણ્યા ઈસમે મકાનના પાછળના ખુલ્લા દરવાજા માંથી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં આવેલ કબાટનુ ડ્રોવર ખોલી તેમાં મુકેલ સોનાનો હાર નંગ-૧ આશરે બે તોલા તથા સોનનુ મંગલ સુત્ર નંગ-૧ આશરે બે તોલા તથા એક સોનાની વિટીનંગ-૦૧ આશરે ૫-ગ્રામ તથા સોનાની નાની પાંચ વીંટી નંગ–૦૫ આશરે-પ ગ્રામ કાનની બાલી નંગ- ૦૧,આશરે-૩ ગ્રામ તથા રોકડા રૂપિયા ૨,૦૦૦/-તથા સેમસંગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫,૦૦૦/-મળી કુલ્લે રૂપિયા-૧,૧૩,૦૦૦/-ના માલ મત્તાની ચોરી કરી લઈ જઈ જતા આ બાબતે આમીન મન્સુરીએ સાગબારા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY