મોરબીના જેલ રોડ પર આવેલી બેંક નજીક વીજવાયરમાં ધડાકા અને ભડાકા થવાને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેઈલ રોડ પર આવેલી ઇન્ડિયન બેંક નજીક વીજ વાયરોમાં ધડાકા અને ભડાકા થતા હોય તેવો અવાજ સંભળાતા બેંક કર્મચારીઓ તેમજ નજીકની દુકાનના વેપારીઓમાં ભય ફેલાયો હતો અને બનાવ અંગે જાણ થતા મોરબી ફાયર ટીમ તેમજ વીજતંત્ર દોડી ગયું હતું અને વીજ વાયરોમાં ક્યાંથી ધડાકા થાય છે તે જોઇને યોગ્ય કાર્યવાહી કરી હતી બનાવને પગલે કોઈને ઈજા કે જાનહાની થવા પામી ના હતી જોકે ધડાકા થવાને પગલે થોડીવાર માટે સૌ કોઈના જીવ પડીકે બંધાયા હતા
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




