સરપંચ પરિસદ ગાંધીનગરે નિરંજન વસાવાને નર્મદા,ભરૂચ અને વડોદરા જિલ્લાના મહા મંત્રી બનાવાયા
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપુરા ગામના જાગૃત યુવા સરપંચ નિરંજનભાઈ વસાવાને ગુજરાતના ત્રણ જિલ્લાના મહા મંત્રી તરીકે સરપંચ પરિષદ ગાંધીનગર દ્વારા નિમણુંક આપતા નર્મદાનું ગૌરવ વધાર્યું છે .નિરંજન વસાવા (મુન્નાભાઈ) એક જાગૃત અને કાર્યશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે માટેજ કુંવરપુરા ગામના ગ્રામજનોએ તેમને સરપંચ તરીકે ચૂંટ્યા હોય ત્યારે સરપંચ તરીકેની કામગીરીમાં પણ સફળતા મેળવ્યા બાદ હવે સરપંચ પરિષદે તેમને ગુજરાતના ત્રણ જિલ્લાના મહા મંત્રી બનાવી નર્મદા ભરૂચ અને વડોદરા જીલ્લાની જવાબદારી સોંપતા કુંવરપુરા ગામ અને નર્મદાનું ગૌરવ વધાર્યું છે .જોકે પરિષદે આ નિમણુંક આપતા તેમણે દરેક ગામના સરપંચ અને પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






