ખાણખનીજ વિભાગનની નિષ્ક્રિયતાને પગલે રેતી માફિયાઓ બેફામ : ડિટેન કરેલી ઓવરલોડ વધુ બે ટ્રકો ઉઠાવી ગયા
મીલીભગતના કારણે તંત્ર લાચાર : ફક્ત ટ્રકોની ચોરીનો કેશ નોંધાવી સંતોષ માની રહ્યા છે છતાં રોજની હજારો ટ્રકો ઓવરલોડ જાય જ છે.
એક મહિનામાં 5 જેટલી ટ્રકો તંત્રની સુરક્ષા માંથી ચોરી કરી લઇ જતા તંત્રને રેતી માફિયાઓની લપડાક
રાજપીપળા : બોડેલીથી સુરત સફેદ રેતીની ખુબ માંગ હોય રોજના હજારો હાઇવા ટ્રકો ભરીને લઇ જવાતી હોય છે. જે પણ ઓવરલોડ એટલે ચોક્કસ સરકારી તિજોરીને ફટકો પડે પણ એની કોને પડી છે, આમ આ ધંધો તંત્રની મીલીભગત થી થઇ રહ્યું છે. એ વાત નક્કી છે કેમકે હવે આ રેતી માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી એવું લાગી રહ્યું છે કેમકે ગત રાત્રીના વધુ બે ડિટેન કરેલી રેતી ભરેલી હાઇવા ટ્રકો ઉઠાવી ગયા અને આ મહિનામાં આવી 5 ટ્રકો ડિટેન કરી હતી જે રાત્રીના ઉઠાવી ગયા છે. ખાણ ખનીજ વિભાગ પોતાની ઈજ્જત સાચવવા માટે માત્ર ચોરીની ફરિયાદ નોંધી સંતોષ માણી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઈઝર દિપેશ દિવેટીયાએ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ંધાવી કે 10 મેં 2019 ના રોજ તેમણે સ્ટાફના માણસો સાથે ભાદરવાથી કોયારી રોડ ઉપર વાહનો ચેકીંગ દરમીયાન ઓવરલોડ વહન કરતા વાહન માં GJ.15.AT.4786 તથા ને21.W.5651 રેતી ભરેલ આ બન્ને ગાડીઓને ડિટેન કરી ગરુડેશ્વરની રીત્વીક પ્રોજેક્ટ પ્રા.લી.ના મેદાનમાં મુકવામાં આવેલ જે બન્ને ગાડીઓ બીજી ચાવી થી ચાલુ કરી રાત્રી દરમ્યાન 14 મેં ના રોજ લઇ રાત્રીના બે થી ત્રણેક વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમો આવી ચોરી કરી લઇ ગયા ત્યારે ખાણ ખનીજ વિભાગે માત્ર ફરિયાદ નોંધાવી સંતોષ માન્યો પણ તેમની તપાસ અને કબજામાની ગાડી ઉઠાવી ગયા ત્યારે આ ગાડીનું લાયસન્સ રદ કરવા સાથે કાયમી જપ્તી કરી દેવામાં આવે તો આ ભૂમાફિયાઓને ખબર પડે પરંતુ તંત્ર ની મીલીભગત ના કારણે તંત્ર મૌન છે. પોલીસ, RTO, ટ્રાફિક પોલીસ, અને પ્રાંત આ ચાર વિભાગો ભેગા થાય તો કોઈની તાકાત છે કે ઓવરલોડ રેતીની એક પણ ટ્રક પસાર થાય કે ચોરી થાય.અને જો ઓવરલોડ ટ્રકો ના હોય તો શાંતિ થી ચાલકો આ ટ્રકો ચલાવતા હોય તો અકસ્માતો પણ ઓછા થાય અને જિંદગીઓ પણ બચી જાય પરંતુ આ ચોરીમાં ચાલકો પકડવાની બીકે ઝડપી બે ફિકરાઈ ભરી રીતે હંકારતા વારંવાર અકસ્માતમાં કેટલાય લોકો મોતને ભેટ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




