દેડીયાપાડાના ડાબકા ગામના એક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ 

0
11

ઘરને અડીનેજ આવેલા તબેલામાં બાંધેલી ભેંસો પણ આગમાં ગંભીર દાઝી જતા એકનું મોત અન્યની હાલત ગંભીર 3 થી 4 લાખના નુકસાન નો અંદાજ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડાબકા ગામમાં એક મકાનમાં આગ લાગતા ઘર અને ઘર વખરી બળીને ખાખ થઈ ગયા હતા જયારે તબેલાં માં બાંધેલી ભેંસો પણ દાજી જતા એક નું મોત થયું છે .

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા ડાબકા ગામના મગનભાઈ ટીડીયાભાઈ વસાવા એ દેડિયાપાડા પોલીસમાં જણાવ્યા મુજબ એ પોતે અને તેની પત્ની તેમજ બાળકો સગાઈ ગામે સાળા ના દીકરાના લગ્નમાં ગયા હતા એ સમયે તેના પિતા ટીડીયાભાઈ તુલિયાભાઈ વસાવા ઘરે હતા પરંતુ કામ અર્થે ગામમાં ગયા હોય ત્યારે પિતાનું બીજું એક મકાન ડાબકા ગામમાં અલગ હોય એ મકાનમાં અચાનક અકસ્માતે આગ લાગી ત્યાં મકાનને અડીને આવેલા તબેલો પણ આગની લપેટમાં આવતા અંદર બાંધેલી પાંચ ભેંસો અને ઘાસચારો હોય જેમાં ઘાસ બળી ગયું ક્યારે ભેંસો ગંભીર રીતે દાઝી જતા એક ભેંસનું મોત થયું જયારે અન્ય ચાર ગંભીર દાઝેલી હોય એ ભેંસો ને દેડીયાપાડા સારવાર માટે લાવવી પણ શક્ય ન હતી આમ પિતાનું ઘર ઘરવખરી બળી ગયા જયારે ભેંસ નું મોત થતા 3 થી 4 લાખનું નુકસાન થયું છે. આ બાબતે દેડિયાપાડા પોલીસે તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY