રાજપીપળા : રાજપીપળાની સરકારી હૉસ્પિટલમા મંગળવારે રક્ષાબેન નગીનભાઇ વસાવા રહે.ભુછાડ બીમાર હોય દાખલ થયા હતા પરંતુ ફરજ પરના તબીબે તપાસ કરતા તેમને બ્લડની જરૂર જણાઈ પરંતુ ત્યાં તેમના ગ્રુપનું B+ve લોહિ ન હોય આ બાબતે અન્ય જગાએ તપાસ કર્યા બાદ આદિવાસી સમાજ હેલ્પ ગ્રુપના સદસ્ય પુથ્વીભાઈ ઉર્ફે (શશી) ને જાણ થતાંજ એ તાત્કાલિક આ ગરીબ જરૂરિયાતમંદ મહિલાને લોહિ આપી નવજીવન આપ્યું હતું. ત્યારે આદિવાસી સમાજ હેલ્પ ગ્રુપ તરફથી પુથ્વીભાઇની આ માનવતાભરી કામગીરીને બિરદાવાઈ હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





