રાજપીપળામાં ફાયર સેફટી NOC માટે ટ્યુશન સંચાલકોની દોડધામ : ક્યાંથી NOC લેવાની…?

0
17

તંત્ર નોટિસો આપી વેઠ ઉતારે છે પરંતુ , મંજૂરી ક્યાંથી લાવવી એ અંગેની સમજ પણ આપવી જોઈએ

ફાયર સેફટી, ફૂડ લાયસન્સ, સેનેટરી વિભાગ હજુ ભરૂચ ચાલે છે : રાજપીપળા પાલિકા પાસે ફાયર સેફટી ઓફિસર જિલ્લો બન્યો ત્યારથી નથી, પટાવાળા સંચાલન કરે છે.

રાજપીપળા : નર્મદા જિલ્લો 2 ઓકટોબર 1997 એ ભરૂચ થી અલગ થયો ત્યારથી હજુ ઘણી કચેરીઓ અહીંયા આવીજ નથી હજુ પણ ભરૂચ ખાતેજ ચાલે છે. ત્યારે હાલ ટ્યુશન સંચાલકોને ફાયર એનઓસી માટે ધક્કે ચઢવું પડ્યું છે .

સુરતના તક્ષશિલાની ઘટના બાદ મોડે મોડે જાગેલી સરકાર ટ્યુશનો સામે પગલા ભરી રહી છે અને રાજપીપળા નગરપાલિકા દ્વારા આ ટ્યુશન સંચાલકોને નોટિસ આપી ત્રણ દિવસમાં ફાયર સેફટીનું સર્ટિફિકેટ અને NOC મેળવી લેવાની ચીમકી આપી ત્યારે રાજપીપળા સહીત જિલ્લાના ટ્યુશન સંચાલકોમાં દોડધામ થઇ ગઈ છે. અને આ માટે રાજપીપળા નગરપાલિકામાં લાઇસન્સ રીન્યુ કરાવવા જતા ટ્યુશન સંચાલકોને એવો જવાબ મળે છે કે ફાયર સર્ટી NOC હોય તો લાયસન્સ મળશે પરંતુ એ  ક્યાંથી લાવવું એ પણ કોઈ જણાવતું નથી, ફક્ત અમારી ાસે નહીં મળે એવા જવાબ અપાય છે માટે હાલ સંચાલકો ધક્કે ચઢ્યા છે .બીજીબાજુ મામલતદાર, પ્રાંત કચેરીમાં પણ કોઈને ખબર નથી ત્યારે શિક્ષકો ટ્યુશન સંચાલકો અટવાઈ રહ્યા છે અને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કોઈ ફાયર સેફટી આધિકારીની કચેરી.કે પાલિકામાં પણ આ જગયા ભરાયેલી નથી હાલ ઘણા વર્ષો થી ફાયર વિભાગ પટાવાળા હસ્તક ચાલે છે સાથે નર્મદામાં કોઈ ફૂડ ઇન્સ્પેક્ટરની કચેરી નથી જે હાલ ભરૂચમાં ચાલે છે, રાજપીપળા નગરપાલિકાના કર્મચારીઓને ખબર નથી કે આ ફાયર સેફ્ટિનું સર્ટી ક્યાંથી લાવવાનું કોઈ ભરૂચ કહે તો કોઈ સુરત અને વડોદરા કહે છે ત્યારે આ ટ્યુશન સંચાલકો ટ્યુશન બંધ કરી કરીને ધક્કા ખાઈ રહ્યા છે.

આ બાબતે ટ્યુશન સંચાલક મૌલિક ટેલરે જણાવ્યું હતું કે સરકારના નિયમ પ્રમાણે અમે બધું કરવા તૈયાર છે અમારા ટ્યુશન કલાસીસો રાજપીપળા નગરપાલિકામાં નોંધાયેલા છે. જે ફાયરસેફટી અને તેની NOC ક્યાંથી લેવાની એ બાબતે કોઇ ગાઇડલાઇન મળતી નથી જો નોટિસ સાથે જરૂરી સર્ટીઓ ક્યાંથી કેવી રીતે લેવાના એ તમામ માહિતી આપે તો અમે બધું કરવા તૈયાર છે. પરંતુ યોગ્ય જવાબ ન મળતા અમે હાલ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY