રાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા પગથિયાં પાસેજ પુરાણ થતા લોકોમાં રોષ 

0
31

વર્ષોથી ઓવારાના પગથિયાં તૂટેલા હોય માંડ એક જ પગથિયું સારું હતું જ્યાં લોકો કપડાં ધોતા કે અન્ય પૂજાપાઠ માટે  ઉપયોગ કરતા હોય ત્યાં  પુરાણ થતા રોષ 

તંત્ર દ્વારા વર્ષોથી ઐતિહાસિક ઓવરની મરામત બાબતે ઉદાસીન વલણ અપનાવાય છે ઉપરથી તેમાં પણ પુરાણ થતા સ્થાનિક આગેવાન રાજેન્દ્ર રાઉલને લોકોએ કરી રજુઆત 

રાજપીપળા : રાજપીપળા શહેર ઐતિહાસિક ઇમારતો અનેુદરતી સૌંદર્ય બાબતે જાણીતું છે અહીંયા અનેક ફિલ્મો સિરિયલો પણ અવાર નવાર સૂટ થાય છે અને હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વ ભરમાં નોંધ લેવાઈ છે છતાં તંત્ર દ્વારા ઘણી ઐતિહાસિક ઇમારતો કે સરકારી ઓવારા જેવી બાબતે એકદમ ઉદાસીન વલણ અપનાવાય રહ્યું હોય હાલ એસટી ડેપો પાછળ આવેલા ઐતિહાસિક ઓવારાની પણ પથારી ફેરવાઈ રહી છે.

રાજપીપળાના સરકારી ઓવારાના પગથિયાં ગામની મહિલાઓ માટે કપડાં ધોવા સહીત અલૂણાં કે ગણેશ વિસર્જન જેવા તહેવારોમાં ખુબ કામ આવતા હતા પરંતુ ઘણા વર્ષોથી ઓવારાના પગથિયાં તૂટી ગયા હોય ત્યાં ઉભું રહેવું પણ જોખમી છે ત્યારે છેલ્લું એક પગથિયું થોડુંક ટકી રહ્યું હતું ત્યાં મહિલાઓ કપડાં ધુવે કે પૂજાપાઠ માટે ઉભા રહેવા આ પગથિયું લોકોને કામ આવતું હતું જોકે વર્ષો થી તૂટેલા બાકીના પગથિયાંની મરામત કરાઈ નથી ત્યાં હાલ બચેલું એક પગથિયું પણ રોડ બનાવવા પુરાણની કામગીરી ચાલતી હોય તેમાં ઢંકાઈ જશે માટે સ્ટેટ સમયના આ ઓવારાનું નજીકના સમયમાં કોઈ અસ્તિત્વ જ નહીં રહે એમ લાગી રહ્યું છે ત્યારે આવનારી આપણી પેઢી માટે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતો જાણે એક સ્વપ્ન બનીને રહી જશે એમ લાગી રહ્યું છે .

તંત્ર વિકાસના નામે લોક ઉપયોગી જગ્યા પણ બંધ કરી રહી છે : રાજેન્દ્રસિંહ રાઉલ 

આ બાબતે સ્થાનિક આગેવાન રાજેન્દ્રસિંહ રાઉલે જણાવ્યું કે આપણી ઐતિહાસિક ધરોહરનો તંત્ર ધીમે ધીમે વિનાશ કરી રહ્યું છે ત્યારે આને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય …?! મારી પાસે સ્થાનિકોની રજુઆત આવતા જાણવા મળ્યુ કે ઓવરનું બચેલું એક પગથિયું પણ તંત્ર પુરાણ કરી બંધ કરવા જઈ રહ્યું છે ત્યારે લોકોને ઘણી મુશ્કેલી પડશે તંત્ર જો આ બાબતે ગંભીર નહીં થાય તો મારે ઉપર સુધી રજુઆત કરી ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવો પડશે .તંત્રની સાથે આપણા રાજકીય આગેવાનો પણ આ બાબતે કેમ ચૂપ છે એ સમજાતું નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY