રાજપીપળા ખાતે જાયન્ટ્સ ગ્રુપ અને સૃજા સહેલી દ્વારા ગરમીમાં છાસનું વિતરણ 

0
19

રાજપીપળા સિવિલ હોસ્પિટલ પાસે આવતા જતા વાહન ચાલકો અને રાહદારીઓને ઠંડી છાસના પાઉચ આપી ગરમી માં રાહત આપી 

રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલ પાસે જાયન્ટ્સ ગ્રુપ અને સૃજા સહેલી રાજપીપળા ના હોદ્દેદારો દ્વારા ગરમીમાં રાહત મળે તેવા ઉમદા આશય થી છાસનું વિતરણ કરાયું હતું જેમાં તેજસભાઈ ગાંધી નગીનભાઈ કાછીયા,હસમુખભાઈ પ્રજાપતિ દત્તાબેન ગાંધી સહિતના હોદ્દેદારો દ્વારા આવતા જતા વાહન ચાલકો અને રાહદારી ઓને ઉભા રાખી છાસના ઠંડા પાઉચ આપી ગરમીમાં રાહત આપી હતી આમ પણ છાસ એ ગરમીમાં પીવા માટેનું ઉત્તમ અને આરોગ્ય વર્ધક પીણું ગણાય છે ત્યારે જાયન્ટ્સ ગ્રુપ અને સૃજા સહેલી દ્વારા આ ગરમીમાં છાસ વિતરણ કરતા લોકોએ મન ભરીને છાસ પી ગરમીમાં ઠંડક મેળવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY