ઝંખવાવમાં મુલતાની પરિવારે એક વ્યક્તિને પાઈપથી ફટકાર્યો

0
3

પાઈપ ફટકારી સુમો ગાડીના કાંચ પણ તોડી નાંખ્યા
સુરત, તા.૧૭
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ ખાતે એક ચાલક પર લોખંડની પાઈપ વડે હુમલો કરી ટાટા કારના કાચ તોડી નુકસાન પહોંચાડી મુલતાની પરિવારના પાંચ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મામા ફળીયામાં સાદીકભાઈ મુલતાની રહે છે. તેઓ વાહન ડ્રાઈવીંગનું કામ કરે છે. ગતરોજ ૩૮ વર્ષના સાદીકભાઈ મુલતાની સાથે નજીવી બાબતમાં ઝઘડો કરી આરોપી તોસીફભાઈ ગફુરભાઈ મુલતાની આસીફભાઈ ગફુરભાઈ મુલતાની, મુન્નાભાઈ બક્ષુભાઈ મુલતાની, ઈઝરાયલભાઈ મુલતાની વગેરેઓએ લોખંડની પાઈપ વડે હુમલો કરી માથા તેમજ કોણીના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સાથે ટોળાએ ટાટા સુપર કારના કાચ તોડી નાંખી નુકસાન પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. માંગરોળ પોલીસે ઈજાગ્રસ્ત સાદીકભાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ગુનાનાં બનાવવાળી જગ્યાનું પંચનામું પણ કર્યુ હોવાનું જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY