નાંદોદ તાલુકાના લાછરસ ગામે પતિ પત્ની વચ્ચે મામૂલી બોલાચાલી બાદ પત્નીએ ઝેરી દવા પીતા મોત

0
25

મોટરસાયકલ રીપેર કરવાના રૂપિયા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થતા આ પગલું ભર્યું 

આર્થિક મુશ્કેલી વેઠી રહેલા પરિવારમાં રૂપિયાને લઈને બોલાચાલી થતા પત્નીને લાગી આવતા ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી 

રાજપીપળા : નાંદોદ તાલુકાના લાછરસ ગામના હનુમાન ફળીયામાં રહેતા લાલા સોમા તડવી તથા પત્ની કાંતાબેન વચ્ચે મોટરસાયકલ રીપેરીંગ કરાવવા બાબતે ચર્ચા ચાલતી હતી. એ સમયે પત્ની કાંતાએ કહ્યું કે હાલમા પૈસાની સગવડ નથી પૈસા મળશે પછી રીપેરીંગ કરાવશો તેમ કહેતા પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી અને આર્થિક ભીંસ વેઠતું આ પરિવાર સામાન્ય ખટરાગ થી 40 વર્ષીય કાંતાને લાગી આવતા પતિ રિસાઈને ઘરની બહાર જતો રહ્યો ત્યારે કાંતાબેને પોતાની જાતે ઘરમા મુકેલ ઘાસમાં છાંટવાની દવા પી ગઈ હતી ત્યારબાદ મગજ શાંત પડતા પતિ લાલા વસાવા ઘરે પરત ફર્યો ત્યારે પત્ની ઘરમાં બેભાન અવસ્થામાં પડી હતી તેને તાત્કાલિક પ્રથમ સારવાર માટે રાજપીપળા સીવીલ હોસ્પીટલે લઇ જવામાં આવી જ્યાં સારવાર શક્ય ના બનતા ત્યાથી વધુ સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જવામાં આવી ત્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY