ન્યુ દિલ્હી,તા.૫
એક્ટર પ્રકાશ રાજે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે અને ઘણા બધા લોકોને તેમને ટેકો આપી રહ્યા છે. રાજકીય પક્ષોમાં ટી.આર.એસ પાર્ટીએ પ્રકાશ રાજને ટેકો આપ્યો છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ (AAP) પણ પ્રકાશ રાજને ટેકો આપવાની જાહેરાત કરી છે. પ્રકાશ રાજે લોકસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની જાહેરાત કરી છે. પ્રકાશ રાજ છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિકા કરી રહ્યા છે. જા કે, તેઓ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે એ જાહેરાત કરી નથી.
આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ કહ્યું કે, અમે પ્રકાશ રાજનાં નિર્ણયને આવકારીએ છીએ અને સારા લોકો રાજકારણમાં આવે તેની ખાસ જરૂરિયાત છે. અમારો તેમને ટેકો છે. અમારી પાર્ટી તેમને ખુલ્લો ટેકો આપે છે. પ્રકાશ રાજે આ મામલે આમ આદમી પાર્ટીનો આભાર માન્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





