સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૦.૨૭ મીટરે પહોંચી

0
4

નર્મદા,તા.૬
એક તરફ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ આનંદના સમાચાર છે કે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નર્મદાથી જ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે આ સમાચાર રાહત આપનાર છે. હાલ ડેમની સપાટી ૧૨૦.૨૭ મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં હાલ ઉપરવાસમાંથી ૬૭૭૫ કિયુંસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી હોવાથી ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
નોંધનીય છે કે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે. હાલ પાણીની સપાટી ૧૨૦.૨૭ મીટરે પહોંચી ગઈ છે. હાલ ડેમમાં ૧૧૭૫ એમસીએમ લાઇવ સ્ટોરેજ પાણી છે.
ઉનાળાની ગરમી વચ્ચે પણ સરદાર સરોવર ડેમ છલોછલ થઈ જતા આનંદની લાગણી ફેલાઈ છે. અત્રે એ નોંધવું રહ્યું કે હાલ ડેમમાંથી ૧૫૦૦ કિયુંસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા નદીમાં પાણીની સપાટી ઘટી જતાં નદીના પટમાં ખારાશ વધી રહી હોવાથી સરકારે પાણી છોડવાનો નિર્ણય લીધો છે. ભરૂચની આસપાસ નર્મદા નદી સુકોપટ બની જતાં ખારાશ વધી રહી છે. દરિયામાં પૂનમની ભરતી વખતે પાણી નદીમાં ઘૂસી જતાં હોવાથી નદી ખારોપટ બની રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY