સ્વતંત્ર ગ્રામ પંચાયત મેળવવા આમૂ સંગઠન નર્મદા જીલ્લાની એક બેઠક મળી 

0
161

આમું સંઘટનની માંગણીના આધારે નર્મદાના દરેક ગામોમાં ગ્રામ પંચાયત અલગ બનાવવા ઠરાવ, દરખાસ્ત ની કામગીરી પૂર જોશમાં ચાલુ 

રાજપીપળા : આંમુ સંઘટન નર્મદાના પ્રમુખ મહેશભાઈ એસ વસાવાની અધ્યક્ષતામાં આંમુ સંઘટનની એક બેઠક મળી હતી જેમાં સ્વતંત્ર ગ્રામ પંચાયત મેળવવા માર્ગ દર્શન આપવામા આવ્યુ હતું .આ બેઠકમાં માલ સામોટ ગૃપ ગ્રામ પંચાયતના સદસય નરેન્દ્રભાઈ વસાવા તથા રમેશભાઈ વસાવા તેમજ દશરથભાઇ વસાવા અને ઝેર ડુરચા ગ્રામ પંચાયતના આગેવાન ચુનીલાલભાઇ તડવી તથા અનેક ગામોના આગેવાનો હાજર રહ્યા હતા .

આમું સંઘટન નર્મદા ના પ્રમુખ મહેશભાઈ એસ વસાવા એ આ બાબતે જણાવ્યું કે સરકારના પરિપત્ર મુજબ એક હજારની વસતી હોય તેવા ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો આપવો પરંતુ હાલ માંજ નવી બનેલી કુંવારપરા ગ્રામ પંચાયત ને માત્ર 810 વ્યક્તિઓની વસતી ના આધારે અલગ ગ્રામ પંચાયત મળી છે ત્યારે બીજા ગામોને એક હજારની વસતી નો પરિપત્ર બતાવી સરકાર બેમુખી વાત કરી આદિવાસી ને મૂર્ખ બનાવે છે .આમું સંઘટનની માંગણીના આધારે જિલ્લાના દરેક ગામોમાં અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે ઠરાવ અને દરખાસ્તની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે એમ પણ પ્રમુખ મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY